દરરોજ એક સરખો નાસ્તો પધરાવીને બાળકોને ફ્રૂટ પણ નહિ આપતા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
રાજ્યના બાળ અને મહિલા વિકાસ દ્વારા દર વર્ષે બાળકોના અભ્યાસનો પાયો મજબૂત બને સાથે જ એક રાજ્યનું એક પણ બાળક કુપોષિત રહે નહિ તે માટે દરેક આંગણવાડી ખાતે બાળકોને દિવસમાં બે વખત પોષ્ટિક આહાર અને દર અઠવાડિયામાં બે વખત ફ્રૂટ આપવાના હોય છે પરંતુ મોટાભાગે સરકારની દરેક સૂચનાનું પાલન કરવાથી વધારે ઉલંઘન અને સરકારી ગ્રાન્ટને ચાઉ કરવાનું વધુ પસંદ કરાય છે.
- Advertisement -
ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં ચાલતી મોટાભાગની આંગણવાડીઓમાં પણ કઈક આ પ્રકારની જ દશા છે. જેમાં ધ્રાંગધ્રા પંથકમાં આવેલી આંગણવાડી કેન્દ્રોમાં સવારે 10:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી દર સોમવારથી શનિવાર સુધી બાળકોને દિવસમાં બે વખત પોષ્ટિક આહાર આપવાનો હોય છે જેમાં સવારે નાસતો અને બપોરે ભોજન આપવાનું હોય છે પરંતુ મોટાભાગે ધ્રાંગધ્રા પંથકની તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને રોજિંદા મેન્યુમાં દાળ – ભાત અથવા તો પુલાવ (વઘારેલા ભાત) આપી દેવાય છે અને આ પણ દરરોજ માત્ર એક વખત નાસ્તામાં આપી બાળકોને ઘરે મોકલી દેવામાં આવે છે એટલું જ નહિ પરંતુ બાળકોને દર અઠવાડિયામાં બે વખત આપવામાં આવતા ફ્રૂટ માત્ર સરકારી ચોપડે જ દર્શાવાય છે બાકી ખરેખર બાળકોને ફ્રૂટ આપવાના બદલે આંગણવાડીઓના સંચાલકો પોતે ફુરની મઝા માણતા હોય છે. પોષ્ટિક આગળ માટે સરકારમાંથી શીરો અને તેલના ડબ્બા બરોબર વેચાણ થતો હોવાની પણ રાવ ઉથી રહી છે.
જોકે હાલમાં જ ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે એક આંગણવાડી ખાતે વાલી દ્વારા ફરિયાદ ઉઠાવી હતી અને ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 8માં આવેલી આંગણવાડી કેન્દ્રમાં દરરોજ બાળકોને દાળ – ભાત આપતા હોવાનો વિડિયો પણ જાગૃત નાગરિક દ્વારા વાઇરલ કરતો હતો.
જોકે આ બંને મામલે આંગણવાડીના સ્થાનિક અધિકારી દ્વારા કોઈ પગલાં ભરાયાં નથી કારણ કે આંગણવાડીમાં થતી ગેરરીતિમાં અધિકારીઓ પણ મુખ્ય ભૂમીકા ભજવતા હોવાની પણ ચર્ચા છે.
ત્યારે બાળકોના ભાગનું ભોજન આંગણવાડીઓના અધિકારીઓ, સુપરવાઈઝરની અને કર્મચારીઓ ખાઈ જતાં ખરેખર જરૂરી કુપોષિત બાળકોના પોષણ પુક્ત ખોરાકને આંગણવાડી કેન્દ્રોમાં કર્મચારીઓ પોતાના ભાથા ભરતાં હવે બાળકોના વાલીઓ દ્વારા આંગણવાડીના ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ કરી છે.
- Advertisement -
આંગણવાડી ખાતે સોમથી શુક્રવાર સુધી બાળકોના પોષણક્ષમ ભોજનનું મેન્યુ કાર્ડ
(1) સોમવાર : સવારે – સુખડી અને ફળ/બપોરે – ઢોકળા, ઈટલી અને તુવેર દાળ.
(2) મંગળવાર : સવારે – વેજીટેબલ પુલાવ / બપોરે – દૂધીના ઢેબરા મુઠીયા અને ચણા.
(3) બુધવાર : સવારે – શીરો / બપોરે – દાળ ભાત, શાક .
(4) ગુરુવાર: સવારે – વઘારેલા મુઠીયા અને ફળ / બપોરે – વેજીટેબલ પુલાવ અને ચણા.
(5) શુક્રવાર : સવારે – શીરો અથવા સુખડી / બપોરે – દાળ ભાત અને ચણાનું શાક.
(6) શનિવારે : સવારે – ગળ્યા પુડલા અથવા ગળ્યી ભાખરી / બપોરે – વઘારેલા ઢોકળા અથવા ઈટલી.