ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
થાનગઢ પોલીસના પીઆઇ વી.કે.ખાંટ, કે.જે.ખાચર, જયંતીભાઈ બાવળિયા સહિતનો સ્ટાફ શુક્રવારે મોડી રાત્રે પેટ્રોલીંગમાં હોય તેવાં સમયે થાનગઢના ખરાની ફાટક વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી મળતા સ્થાનિક પોલીસનો સ્ટાફ તુરંત બાતમી વાળા સ્થળે જઈ વોચ ગોઠવી ઊભા હોય તેવા સમયે એક સફેદ કલરની કાર જીજે 36 એફ 3886 નંબર વાળી નીકળતા પોલીસે કારને ઊભી રાખવા માટે પ્રયત્ન કરતા કાર ચાલક દ્વારા કારને પરત ભગાડવા માટે પ્રયત્ન કર્યો હતો ત્યાં સુધીમાં પોલીસ કારને આંબી જતા દર વખતની માફક વિજસી દારૂ ભરેલી કારમાંથી અંધારાનો લાભ લઈ ચાલક ફરાર થઈ ચૂક્યો હતો જ્યારે પોલીસે બિન વારાહી મૂકી નાશી છુટેલ કારની તપાસ કરતા અંદરથી કુલ 426 નંગ બિયર અને દારૂની બોટલ કિંમત 98280/- રૂપિયાના મળી આવ્યા હતા જેથી કાર જપ્ત કરી તેની કિંમત ત્રણ લાખ ગણી કુલ 398280/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નાશી છુટેલા કાર ચાલક ઈસમ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.