ખાસ-ખબર ન્યૂઝ કાઠમંડુ, તા.9
કાઠમંડુ પાસે એર ડાયનેસ્ટી હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં પાઇલટ અને ચાર મુસાફરો સવાર હતા. આ ઘટનામાં પાંચેય લોકોનો મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે બપોરે નુવાકોટના શિવપુરી વિસ્તારમાં એર ડાયનેસ્ટી હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. કુલ ચાર લોકોના મોત થઈ ગઈ છે. હેલિકોપ્ટર કાઠમાંડૂથી રસુવા જઈ રહ્યું હતું. તે નુવાકોટ જિલ્લાના સૂર્યા ચૌર-7માં એક પહાડી સાથે અથડાઈ ગયું હતું. ઘટનાની જાણકારી મળતા જ અધિકારીઓએ રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે મોકલી દીધી છે. ઘટના કાઠમંડુથી 30 કિમીના અંતરે આવેલા નુવાકોટ જિલ્લાના શિવપુરી નેશનલ પાર્ક વિસ્તારમાં બની હતી. હેલિકોપ્ટર બપોરે 1.54 વાગ્યે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી રવાના થયું હતું. ઉડાન શરૂ કર્યાના ત્રણ મિનિટ પછી હેલિકોપ્ટરે સંપર્ક ગુમાવ્યો હતો.
આશરે 2 વાગ્યે હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. હાલમાં જ કાઠમંડુ એરપોર્ટ પર સૂર્યા એરલાઇનનું વિમાન તૂટી પડતા 18ના મોત થયા હતા. આ સિઝનમાં ખરાબ હવામાનને કારણે અકસ્માતની આશંકા વધી જાય છે.
- Advertisement -
ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા સુભાષ ઝાએ જણાવ્યું કે, એર ડાયનેસ્ટીનો 9ગ-અગઉ હેલિકોપ્ટર બપોરે 1.54 વાગ્યે કાઠમંડુથી સ્યાપ્રુબેસી માટે રવાના થયો હતો. જો કે, તે તેના ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા ક્રેશ થઈ ગયું.