ખાસ-ખબર ન્યૂઝ પાટણ
ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે હારીજ તાલુકાના નાણાં ગામે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું વર્ષો જૂની સમસ્યા મુજબ ચોમાસા દરમિયાન ઇન્દિરા નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કાદવ કિચડ જેવો માહોલ સર્જાતા લોકોને પરાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈપણ જાતનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી તેમજ વરસાદી પાણી લાંબા ટાઇમ સુધી ભરાઈ રહેતા ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થવા પામી છે.
- Advertisement -
આ ગંદા પાણીમાંથી બાળકોને અભ્યાસ અર્થે તેમજ પશુપાલકોને પાણીમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા હતા.તાજેતરમાં ચાલી રહેલા ચાંદીપુરા નામના વાયરસ ના હાહાકાર વચ્ચે ઇન્દિરા નગર વિસ્તારની ગંદકીની સમસ્યાનું નિરાકરણ લાવવા એક લોકોની માગ ઉઠવા પામી હતી.