વાહન શેરિંગ કરીને તેમજ મેટ્રો અને સિટી બસમાં વધારો કરીને ટ્રાફિક સમસ્યા હલ કરી શકાય : નિષ્ણાતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
- Advertisement -
મુંબઈમાં વાહનોની સંખ્યા 48 લાખને વટાવી ગઈ છે, જેમાં 14 લાખ ખાનગી કાર અને લગભગ 29 લાખ ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. 2023 – 24 માં, મુંબઈમાં ચાર આરટીઓ કચેરીમાં દરરોજ સરેરાશ 721 વાહનો નોંધાયા હતા જેમાં શહેરના પશ્ચિમમાં 21 લાખ, ટાપુ વિસ્તારમાં 14 લાખ અને પૂર્વ ભાગમાં 13 લાખ વાહનો નોંધાયા હતા.
નિષ્ણાતો શહેરના વધતા વાહનોની સંખ્યાને લઈને ચિંતિત છે, મર્યાદિત રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી સતત વધી રહેલા આ વાહનોથી વધુ ભીડ, પ્રદૂષણ, પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાઓ થશે. મુંબઈના રસ્તાઓ પહેલેથી જ ભરચક હોય છે ભીડને હળવી કરવા, પ્રદૂષણ ઘટાડવા, હવાની ગુણવત્તા સુધારવા અને મુસાફરીમાં પડતાં વિલંબને ઘટાડવા માટે વાહન વૃદ્ધિને નિયંત્રિત કરવાની જરૂરિયાત છે.
વાહનવ્યવહાર નિષ્ણાત વિવેક પાઈએ જણાવ્યું હતું કે, “મુંબઈની વાહનોની સંખ્યા શહેરમાં સમાવી શકે તે કરતાં ત્રણ ગણી થઈ ગઈ છે. વાહનોના વિકાસને રોકવા માટે, કોમર્શિયલ હબમાં ક્ધજેશન ચાર્જીસ, કાર ખરીદવા માટે લોટરી સિસ્ટમ જેવી નીતિઓ અપનાવવાની જરૂર છે. અમુક દેશોએ પાર્કિંગ માટે અને કાર શેરિંગ માટેના પગલાં લીધા હતા જેના દ્વારા ખાનગી વાહનો એક જગ્યાએ 22 કલાકથી વધુ પાર્ક ન કરી શકાય અને તેના બદલે લોકો વચ્ચે વાહનો શેર કરવામાં આવે છે, દરેક શહેરમાં વાહનોની ગણતરી કરી ટ્રાફિક સમસ્યાને વધુ સારી રીતે હલ કરી શકાય છે. પબ્લિક પોલિસી ટ્રાન્સપોર્ટેશન વિશ્લેષક પરેશ રાવલે જણાવ્યું હતું કે, મુંબઈની વસ્તીમાં વધારા સાથે, તેના વાહનોની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે. લોકોની સાથે સાથે, કાર અને બાઇક પણ વધ્યા છે. પહેલેથી જ મેટ્રો અને રેલ નેટવર્ક તેની મહત્તમ સીમા પર કામ કરે છે.
- Advertisement -
તેથી, અન્ય સાર્વજનિક પરિવહન નેટવર્કને મજબૂત કરવાની જરૂર છે. જો સીટી બસ પ્રદાન કરવામાં આવે, તો તે ટ્રેનો અને મેટ્રોની અસરકારકતામાં વધુ વધારો કરી શકે છે. તે પછી જ આપણે ખાનગી વાહનોના ઉપયોગમાં થોડો ઘટાડો જોઈ શકીશું. એક ટ્રાન્સપોર્ટ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે, દરેક મેટ્રો લાઇનથી રોડ પરના ટ્રાફિકમાં 15 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. “કાર લોન અને ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટની ઉપલબ્ધતા વાહનોના વેચાણમાં વધારો કરે છે, જે વધતી જતી વાહનોની સંખ્યામાં વધારો કરે છે.
અન્ય એક નિષ્ણાતે કહ્યું, “સરકારે રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે કારપૂલિંગ અને રાઇડ-શેરિંગ સેવાઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવું જોઈએ. , સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનો અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં રોકાણ કરવું જોઈએ. નિષ્ણાતોએએ પણ ધ્યાન દોર્યું હતું કે, જાહેર પરિવહન દ્વારા વિશ્વસનીય અને આરામદાયક કનેક્ટિવિટી સુનિશ્ચિત કર્યા વિના, ખાનગી કાર અને બાઇકની સંખ્યામાં ધટાડો થઈ શકશે નહિ.