સૌથી વધુ વેરાવળ-પાટણ તાલુકામાં 1019 મી.મી. વરસાદ નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ 6 તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 793.5 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધુ વેરાવળ તાલુકામાં 1019 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડા તાલુકામાં 574 મી.મી., તાલાલા તાલુકામાં 987 મી.મી., વેરાવળ-પાટણ તાલુકામાં 1019 મી.મી., સુત્રાપાડા તાલુકામાં 874 મી.મી., કોડિનાર તાલુકામાં 782 મી.મી. અને ઊના તાલુકામાં 525 મી.મી. જેટલો વરસાદ નોંધયો છે. આમ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાં તા.05 ઓગસ્ટ સુધીમાં કુલ સરેરાશ 793.5 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આ મૌસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ વેરાવળ તાલુકામાં 1019 મી.મી. નોંધાયો છે, જ્યારે ઊના તાલુકામાં સૌથી ઓછો 525 મી.મી. વરસાદ નોંધાયો છે.