મામલતદારે ટ્રેકટર ઝડપી લઇ પોલીસ સ્ટેશને સોંપ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ દ્વારા ખનિજ ચોરીમાં આડો આંક વળ્યો છે ત્યારે કોલસા, રેતી, પથ્થર, સફેદ મતી સહિતનો ખનિજ ભંડાર ખનિજ માફિયા લૂંટી રહ્યા છે અને ખાણ ખનિજ વિભાગ મૂકપ્રેક્ષક બની તમાસો જોઈ રહ્યું છે. ત્યારે જે કામ ખાણ ખનિજ વિભાગને કરવું જોઈએ તે કામ હવે સ્થાનિક અધિકારીઓને કરવું પડે તેવી સ્થતિ ઉદભવ થઈ છે. આ પ્રકારે ધ્રાંગધ્રા પંથકમાં ઠેર ઠેર ચાલતી ગેરકાયદે ખનિજ ચોરી સામે ખાણ ખનિજ વિભાગ ભાગ્યેજ કાર્યવાહી કરતી હોય છે ત્યારે ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા વારંવાર રેતી વાહન કરતા વાહનો ઝડપી કાર્યવાહી કરે છે તેવામાં ફરી એક વાર વગર રોયલ્ટીએ શહેરી વિસ્તારમાંથી પથ્થર ભરીને નીકળતા વાહનને મામલતદાર ગોહિલે અટકાવી ટ્રેક ભરેલ પથ્થર અંગેની પાસ પરમીટ માંગતા વાહન ચાલક પાસે કોઈ પરમીટ નહિ હોવાથી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યું હતું.
આ તરફ ટ્રેકટર ચાલક ગેરકાયદે ધંધો કરવા છતાં ઊલટાનો મામલતદારને “મઝા નહિ આવે” જેવા ટોનથી ડરાવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ મામલતદારે દ્વારા ગેરકાયદે પથ્થર ભરેલું ટ્રેકટર પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.