રાજ્યમાં વરસાદના કારણે 135 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. 9 સ્ટેટ હાઇ-વે જ્યારે 121 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ હાલતમાં છે
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જામ્યો છે. જેના કારણે ક્યાંક પાણી ભરાયા છે તો વળી ક્યાંક વરસાદી મહેર જામી છે. ઉત્તર ગુજરાતમાં ખેતી પાકને ફાયદો થયો છે જ્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે. ત્યારે રાજ્યમાં વરસાદના કારણે 135 રસ્તા બંધ થયા છે.
- Advertisement -
135 રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદના કારણે 135 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. 9 સ્ટેટ હાઇ-વે જ્યારે 121 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ હાલતમાં છે. સૌથી વધુ પોરબંદરમાં 48 રસ્તા બંધ જ્યારે જૂનાગઢમાં 13 રસ્તા બંધ છે
સાબરકાંઠાના બળવંતપુરામાં રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ
- Advertisement -
સાબરકાંઠામાં વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. નવા બળવંતપુરા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે જેના પગલે રેલવે તંત્રએ પાણીના નિકાલ માટે મોટર લગાવી છે. અંડરબ્રિજનો રસ્તો સ્થાનિકો માટે બંધ કરાયો છે. પાણીના નિકાલ બાદ રસ્તો ફરી પૂર્વવત કરાશે
દાહોદમાં રસ્તા-કોઝવેનું ધોવાણ
દાહોદમાં ભારે વરસાદથી અનેક રસ્તા-કોઝવેનું ધોવાણ થયું છે. મુનખોસલાથી હોળી પીપળાને જોડતો કોઝવે તૂટી પડ્યો છે. કોઝવે તૂટતા આસપાસના 4થી 5 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. લાખોના ખર્ચે બનેલા કોઝવેનું થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું હતું. પહેલા વરસાદે જ કોઝવે તૂટતા તંત્રની ભ્રષ્ટનીતિની પોલી ખુલી છે.