જોખમી સ્થિતિમાં ફેરવાયેલા તળાવનું યુદ્ધના ધોરણે મરામતનું કામ ચાલું કરાયું
કોન્ટ્રાકટર દ્વારા હજારો ટન માટી કાઢી લેતાં તળાવના પાળા ક્ષતીગ્રસ્ત બન્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુત્રાપાડા
સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે આવેલ તળાવમાં ગઇંઅઈંના કોન્ટ્રાક્ટરો દ્વારા નીતિ નિયમોને નેવી મૂકી બેફામ માટે ચોરી કરવામાં આવી હતી અને જેના પગલે ગામના તળાવનો પાળો ક્ષતિગ્રસ્ત બન્યો હતો અને જોખમી તળાવનો પાળો ગમે ત્યારે તૂટી શકે અને ગામમાં હજારો વીઘા ખેતીની જમીન તેમજ માનવ જીવના હાનિની સંભાવના સર્જાઇ હતી.
આજે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીઓને સ્થળ પર તપાસ કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો. સાથે સાથે બરુલાથી આલીધરા ગામને જોડતો રસ્તો પણ ધોવાઈ જવાની સંભાવના સર્જાય હોય જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક અસરથી તળાવના પાળાને વધુ નુકસાન ન થાય તે માટે કામગીરી કરવા આદેશ આપતા યુદ્ધના ધોરણે હાલ કામગીરી ચાલી રહી છે.
NHAIને તળાવમાંથી માટી કાઢવા માટે આપેલી મંજૂરી પણ શંકાના દાયરામાં હોય અપાયેલ મંજૂરી પણ નીતિ નિયમોથી વિપરીત આપવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે આ મામલે સંડોવાયેલા તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પણ કડક કાર્યવાહીના જિલ્લા કલેકટરે નિર્દેશ આપ્યા છે.
- Advertisement -
NHAIના કોન્ટ્રાક્ટર દ્વારા બેફામ પણે બરુલા ગામના તળાવમાંથી ચાર માસ પૂર્વે માટી કાઢવામાં આવેલ હતી અને જેની રોયલ્ટી પણ ભરવામાં આવેલ ન હોવાનું સૂત્રોમાંથી સામે આવ્યું છે. ત્યારે આ પ્રકરણને દબાવી દેવા માટે રાજકીય આગેવાનો ગાંધીનગર સુધી દોડધામ મચી છે.