ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટમાં પીડિતાના ફ્રેન્ડે 181માં કોલ કરી તેમની ફ્રેન્ડ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે તેમ કહી મદદ માગી. કાઉન્સિલર કાજલબેન પરમાર સહિતની 181ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને કોલર સાથે ચર્ચા કરતા જણાવેલ કે, માતા અને દીકરી જ ઘરમા રહે છે. હાલ માતા છેલ્લા 4-5 દિવસથી મુંબઈ ગયેલા છે. પીડિતા બહેન બે કલાકથી મેઈન ગેટ બંધ કરી અંદર બેઠેલા છે. જેથી, 181ની ટીમ દ્વારા 10 મિનિટ દરવાજો ખખડાવેલ પરંતુ, અંદરથી કોઈપણ અવાજ આવતો ન હોવાથી 181ની ટીમ સાથે પીડિતાની ફ્રેન્ડ હોવાથી પીડિતાની માતા સાથે ફોન પર વાત કરેલ તો માતાએ જણાવેલ કે, તેમની દીકરીને 3 લાખ રૂપિયાની જરૂર છે. જો અત્યારે નહીં મોકલે તો આત્મહત્યા કરી લેશે એવું જણાવી ને ફોન બંધ કરી દીધેલ છે અને ફિનાઈલની બોટલનો ફોટો પાડીને પીડિતાએ માતાને મોકલેલ છે.
જેથી, માતાને શાંત પાડેલને પીડિતા સાથે વાત કરવા પ્રયાસ કરે છે એવું જણાવ્યું. ત્યારબાદ 181 ટીમના ડ્રાઇવર દ્વારા બાજુના ફ્લેટ પરથી પીડિતાના ફ્લેટની બારીમાંથી અંદર પ્રવેશ કરી મેઈન ગેટ અંદરથી ખોલેલ ત્યારબાદ પીડિતાની શોધખોળ કરી તો પીડિતા બહેનનો બેડરૂમનો દરવાજો બંધ હોવાથી કાઉન્સેલર તેમજ કોન્સ્ટેબલ દ્વારા વાતોમાં ઉલજાવી દરવાજો ખોલાવવા પ્રયાસ કર્યો પરંતુ, ત્યાં જ પીડિતાએ માતાને ફોન કરેલને પોલીસ ઘરે આવી છે તેને કે જતી રહે બાકી હું ફિનાઈલ પી લઇશ અથવા માથું ફોડી નાખીશ જેથી આવી વાતો સાંભળી 181ની ટીમ દ્વારા શી ટીમની મદદ માંગેલ અને પીડિતાને આશ્વાશન આપી તેની સમસ્યાના સમાધાન માટે આવેલ છીએ તેવી ખાતરી આપતાં પીડિતાએ દરવાજો ખોલેલો હતો.
- Advertisement -
પીડિતા ખુબજ ડરી ગયેલ હતા જેથી પીડિતાની ફ્રેન્ડ જોડે હોવાથી તેમને ગળેભેટીને રડવા લાગ્યા. ત્યારબાદ બંનેને વાત કરવા સમય આપેલ ત્યારબાદ કાઉન્સલિંગ કરેલ તો પીડિતાએ જણાવેલ કે, તમને 3 લાખ રૂપિયા નહીં મળે તો પોતે આત્મહત્યા કરી લેશે અને આટલી મોટી રકમ તેમને કોઈને દેવાની છે એવું જણાવ્યું. તેથી, તેઓને કાઉન્સલિંગ માટે તેમની માતા સાથે ફોન પર ચર્ચા કરેલ ઉપરાંત માતાએ જણાવેલ કે હું આજે જ નીકળું છું. કાલે આવીને તેના આર્થિક પ્રશ્ન બાબતે નિરાકરણ લાવશે.
જેથી, પીડિતા શાંત પડેલ, પીડિતાને હાલ એકલા મુકવા યોગ્ય લાગતું ન હોવાથી તેમને આશ્રય અને લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે મહિલાલક્ષી સંસ્થા વિશે માહિતગાર કરેલ પરંતુ, પીડિતાને તેની ફ્રેન્ડ સાથે ફ્રેન્ડના ઘરે જવુ હોવાથી તેમજ પીડિતાની માતાને ફોન પર જણાવેલ અને માતાની મંજૂરીથી ફ્રેન્ડને સોંપેલ અને બંનેને કોઈપણ સમયે જરૂર પડે 181ની મદદ લઈ શકે છે તેવું જણાવેલ ત્યારબાદ પીડિતાની માતા અને ફ્રેન્ડ દ્વારા 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો.