પુસ્તકો બજારમાં આવતાં હજુ 15 દિવસ લાગશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) સાથે જોડાયેલી સ્કૂલો શરુ થયાના 114 દિવસ બાદ પણ ધોરણ 3 અને 6ના પાઠ્યપુસ્તકો માર્કેટમાં મળતા નથી. જેથી અમુક સ્કૂલોમાં જૂના કોર્સ પ્રમાણે જ અભ્યાસ કરવાયા છે, તો અમુક સ્કૂલોમાં ચેપ્ટર પ્રમાણે પ્રિન્ટ લઇ શિક્ષકો અને બાળકોને ભણાવાયા છે, જ્યારે વાલીને સોફ્ટ કોપી મોકલી અપાઇ છે.
- Advertisement -
પરંતુ એનસીઇઆરટી દ્વારા કોર્સ બદલાવ્યા બાદ વિદ્યાર્થીઓ સુધી પાઠ્યપુસ્તકો ન પહોંચતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકસાન થઇ રહ્યું છે. પાઠ્યપુસ્તકો ન હોવાથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ મુશ્ર્કેલી પડી રહી છે. કારણ કે પ્રિન્ટ કે ઓનલાઇનથી બાળકને અભ્યાસ કરાવી શકાતો નથી. અમુક સ્કૂલો પુસ્તકની પ્રિન્ટ કાઢીને ભણાવે છે.
શહેરના બુક ડેપોના માલિક જૈનિક શાહે જણાવ્યું કે, શહેરમાં હવે બદલાયેલા પાઠ્યપુસ્તકો મળી રહ્યાં છે. ધીરે ધીરે તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જશે. ગયા વર્ષે પણ પાઠ્યપુસ્તકો બદલાતા ઓગસ્ટના અંતમાં વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા હતા.
ગયા વર્ષનાં પાઠ્યપુસ્તકો જ ભણાવીએ છીએ
હાલમાં ધોરણ 3 અને 6ના પાઠ્યપુસ્તકો બજારમાં મળતા ન હોવાથી ન હોવાથી બાળકોને ગયા વર્ષના કોર્સના આધારે જ અભ્યાસક્રમ ચલાવીએ છીએ. પરીક્ષામાં પણ આ મુજબ જ પેપર રહેશે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન થાય અને સમય ન બગડે તે માટે સ્કૂલે આ નિર્ણય લીધો છે. – સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ
- Advertisement -
પાઠ્યપુસ્તકોની કોપી કાઢીને તૈયારી કરાવીએ છીએ
ધો.3 અને 6ના અમુક પુસ્તકો મળતા ન હોવાથી અમે વિદ્યાર્થીઓને ઇ-કોપીમાંથી પ્રિન્ટ કાઢીને આપી છે. જેમ જેમ ચેપ્ટર ચાલી રહ્યાં છે તેમ તેમ અમે પ્રિન્ટથી વિદ્યાર્થીને અભ્યાસ કરાવી રહ્યાં છીએ. હાલમાં એનસીઇઆરટીના પુસ્તકો ન હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન થયા તે અમારો ઉદ્દેશ્ર્ય છે.
– ખાનગી સ્કૂલના પ્રિન્સપાલ