ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા સાથે ગીર જંગલોમાં ભારે વરસાદન કારણે વન્ય પ્રાણીઓ પણ જંગલ બહાર જોવા મળી રહ્યા છે અગાઉ પણ અનેકવાર આવા દર્શ્યો સામે આવ્યા છે.ત્યારે વધુ એકવાર ત્રણ સિંહોએ આંબાજળ ડેમ પર લટાર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિસાવદરમાં ગઈકાલ પણ ભારે વરસાદ વરસ્યો હતો અને ચોતરફ પાણી પાણી જોવા મળ્યું હતું ત્યારે જંગલ છોડી ત્રણ સિંહો ગત રાત્રીના સમયે આંબાજળ ડેમ પર આવી ચડ્યા હતા અને ડેમ પર લગાવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જાણે સિંહો ડેમ પર કેટલું પાણી આવ્યું છે.
- Advertisement -
તેનો તાગ મેળવવા આવ્યા હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા એક તરફ ભારે વરસાદના લીધે ડેમમાં પાણીની ભરપૂર અવાક જોવા મળે છે.એવા સમયે ડેમના દરવાજા પાસે સિંહ પરિવાર લટાર મારતા જોવા મળ્યો હતો.