મોદી સરકારે ઈન્કમ ટેક્સને લઈને બજેટમાં મોટું એલાન કર્યું છે.
મોદી સરકારે નાણા બજેટમાં ઈન્કમ ટેક્સને લઈને મોટું એલાન કર્યું છે. બજેટમાં સરકારે બે જાહેરાત કરી છે પહેલી પગારદાર કર્મચારીઓ માટે ન્યૂ ટેક્સ રિઝિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટે 50,000થી વધારીને 75000 કર્યું છે અને બીજું 15 લાખની આવક પર હવે 20 ટકાથી વધારે ટેક્સ નહીં લાગે.
- Advertisement -
સમયસર TDS ન ભરવો ગુનો નહીં
નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે આવકવેરો સરળ કરવામાં આવશે. સમયસર TDS ન ભરવો હવે ગુનો નહીં ગણાય.
નવું ટેક્સ માળખું
- Advertisement -
03- લાખ રુપિયા- કોઈ ટેક્સ્ નહીં
3-7 લાખ રુપિયા- 5 ટકા ટેક્સ્
7-10 લાખ રુપિયા-10 ટકા ટેક્સ્
10-12 લાખ રુપિયા-15 ટકા ટેક્સ્
12-15 લાખ રુપિયા-20 ટકા ટેક્સ
15 લાખથી વધારે 30 ટકા ટેક્સ્
પગારદાર લોકો 17.50 હજાર બચાવી શકશે
નવા ટેક્સ માળખામાં પગારદાર લોકો 17.50 હજાર બચાવી શકે છે. સીતારમણનું કહેવું છે કે નવા ટેક્સ માળખાથી સરકારને 7 હજાર કરોડનું નુકશાન થશે અને ચાર કરોડ પગારદારને લાભ મળશે.
બજેટનું જૂનું માળખું
બજેટના જુના માળખામાં 3 લાખની વાર્ષિક આવક પર કોઈ ઈન્કમ ટેક્સ નથી લાગતો પરંતુ 3 લાખથી ઉપરની આવક પર 5 સ્લેબમાં ઈન્કમ ટેક્સ લાગે છે.
₹3 લાખ સુધી: ટેક્સ નહીં
₹3 થી 6 લાખ: ₹3 લાખથી વધુની આવક પર 5%
₹6 થી 9 લાખ: ₹6 લાખથી વધુ આવક પર ₹15,000 + 10%
9-12 લાખ: ₹9 લાખથી વધુની આવક પર ₹45,000 + 15%
₹12-15 લાખ: ₹12 લાખથી વધુ આવક પર ₹90,000 + 20%
₹15 લાખથી વધુ: ₹1.5 લાખ + ₹15 લાખથી વધુની આવક પર 30%