NEET મુદ્દે સંસદમાં હોબાળો: રાહુલ ગાંધીએ પરીક્ષા પદ્ધતિને ફ્રોડ ગણાવી, મારે સર્ટિફિકેટની જરૂર નથી: શિક્ષણમંત્રી
સંસદના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ: કાલે બજેટ રજૂ થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો છે.આજથી શરૂ થયેલું સંસદ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન સરકાર 6 બિલ રજૂ કરે તેવી આશા છે.આજથી ચોમાસુ સત્ર શરૂ થયું છે. લોકસભામાં પ્રશ્ર્નકાળ દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ગઊઊઝમાં થયેલી ગેરરીતિઓ પર બોલી રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષોએ હોબાળો મચાવ્યો અને તેમના રાજીનામાની માંગ કરી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું- મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને કોર્ટ જે પણ નિર્દેશ આપશે અમે તેનું પાલન કરીશું. કોર્ટે તમામ વિદ્યાર્થીઓના શહેર અને કેન્દ્ર મુજબના પરિણામો જાહેર કરવા જણાવ્યું હતું, જે પબ્લિક ડોમેનમાં છે.
બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં દેશની જનતાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, અમારો ઉદ્દેશ્ર્ય ગ્રાઉન્ડ લેવલે સરકારની ગેરંટી લાગુ કરવાનો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું- આજથી મહત્વપુર્ણ સત્રની શરુઆત થઈ છે, સત્ર સકારાત્મક રહે.
સંસદનું ચોમાસુ સત્ર આજથી (22 જુલાઈ) શરૂ થયું છે. 12 ઓગસ્ટ સુધી ચાલશે. વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું- આજે સાવનનો પહેલો સોમવાર છે. આ પવિત્ર દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થયું છે. મારો ઉદ્દેશ્ર્ય હું દેશવાસીઓને જે ગેરંટી આપું છું તેનો અમલ કરવાનો છે.
- Advertisement -
ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના અમારા લક્ષ્યને પૂર્ણ કરવા માટે અમારી પૂરી તાકાત લગાવીશું: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ આવતીકાલે 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કરશે. આ પહેલા સોમવારે સંસદનું બજેટ સત્ર પણ શરૂ થયું અને આ દરમિયાન પીએમ મોદીએ 24 કલાક પહેલા જ કહી દીધું કે આવતીકાલે રજૂ થનારું સામાન્ય બજેટ કેવું હશે, ક્યાં સેક્ટર પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે આવતીકાલે મજબૂત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જે વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે રજૂ કરવા પર કેન્દ્રિત હશે. તેમણે કહ્યું કે, આગામી 5 વર્ષ અમારા માટે ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ બજેટ સત્ર છે અને દેશવાસીઓને હું જે ગેરંટી આપતો રહ્યો છું, તે ગેરંટીઓને પૂર્ણ કરવાના લક્ષ્ય પર અમારે આગળ વધવાનું છે. અમૃતકાળનું આ મહત્ત્વપૂર્ણ બજેટ છે, જે અમારા પાંચ વર્ષની કામની દિશા નક્કી કરશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, આઝાદીના 100 વર્ષ થવા પર 2047 સુધી વિકસિત ભારતના સપનાને પૂર્ણ કરવાનું અમે જે લક્ષ્ય અમે રાખ્યું છે, તેના પર આવતીકાલે રજૂ થનારું બજેટ કેન્દ્રિત હશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે આવતીકાલે મજબૂત બજેટ રજૂ કરવા આવીશું અને અમે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના અમારા લક્ષ્યને પૂર્ણ કરવા માટે અમારી પૂરી તાકાત લગાવીશું. તેમણે દેશની ઈકોનોમી પર વાત કરતા કહ્યું કે, ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપથી આગળ વધતો દેશ બની રહ્યો છે અને સતત ત્રણ વખતથી 8 ટકાના ગ્રોથની સાથે આપણે વિકાસના પથ પર આગળ વધી રહ્યા છીએ. પોઝિટિવ આઉટલુક અને સતત વધી રહેલું ઈન્વેસ્ટમેન્ટ આ વાતનો પુરાવો છે.



