અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જે તમારા રસોડામાં જ છે, અને તેનો ઉપયોગ કરીને તમે જાતે જ હેરમાસ્ક બનાવી શકો છો. આ હેર માસ્ક બનાવીને તમે તમારા વાળની કંડિશનમાં સુધારો લાવી શકો છો. તો ચાલો જાણીએ કે ઘરે બેઠા પ્રોટીન માસ્ક કેવી રીતે બનાવી શકાય છે.
આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે ધૂળ, માટી, પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોના કારણે વાળ બરછટ અને કડક થઈ જતાં હોય છે. જેથી હેરફોલની સમસ્યાનો સામનો કરવો પડે છે. હેર ફોલથી બચવા લોકો શેમ્પૂ સહિત અલગ અલગ પ્રકારની હેર ક્રીમનો ઉપયોગ કરતાં હોય છે. આપણાં શરીરની મજબૂતી માટે પ્રોટીન જરૂરી છે, તે જ રીતે વાળની મજબૂતી માટે પણ પ્રોટીન જરૂરી છે. પ્રોટીનની ઉણપને કારણે હેર ફોલ થાય છે. પ્રોટીન ન ફક્ત વાળને મજબૂત બનાવે છે પરંતુ વાળને શાઈની બનાવે છે. હેર ફોલથી બચવા અને વાળને સુંદર બનાવવા માટે ખર્ચો કરવાની જરૂર નથી, હવે તો રસોડાની નાની-નાની ચીજોનો ઉપયોગ કરીને આપણે ઘરે બેઠા જ વાળની કાળજી લઈ શકો છો.
- Advertisement -
જે તમારા રસોડામાં જ છે, અને તેનો ઉપયોગ કરીને તમે જાતે જ હેરમાસ્ક બનાવી શકો છો.આ હેર માસ્ક બનાવીને તમે તમારા વાળની કંડિશનમાં સુધારો લાવી શકો છો. તો ચાલો જાણીએ કે ઘરે બેઠા પ્રોટીન માસ્ક કેવી રીતે બનાવી શકાય છે.
વાળની કાળજી લેવા માટે બનાવો આ હેર માસ્ક
એવાકાડો અને કોકોનટ મિલ્કનું હેર માસ્ક
- Advertisement -
કોકોનટ મિલ્ક પ્રોટીનથી ભરપૂર હોય છે, અને એવાકાડોમાં ફાઈબર, વિટામિન A, C અને E થી ભરપૂર હોય છે. આ બંનેના મિશ્રણથી વાળમાં કોલેજન બુસ્ટ થાય છે અને વાળ મજબૂત બને છે અને વિકાસ પામે છે. આ હેર માસ્ક બનાવવા માટે 4 ચમચી એવાકાડોમાં 2 ચમચી કોકોનટ ઓઇલ અને 1 ચમચી ઓલિવ ઓઇલનું મિશ્રણ કરો. આ મિશ્રણને થોડા ભીના હાથે માથામાં લગાવી દો, પછી 15 મિનિટ બાદ હળવા હાથે મસાજ કરતાં માથું ધોઈ નાખવું.
દહી અને ઈંડાનું હેર માસ્ક
વાળને સ્મૂથ અને સીલ્કિ બનાવવા માટે ઈંડાનો ઉપયોગ કરવો, કારણ કે તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જ્યારે દહીંમાં પ્રોબાયોટિક્સ રહેલું હોય છે, પ્રોબાયોટિક્સને કારણે વાળ મજબૂત બને છે. હેર માસ્કને બનાવવા માટે 4 ચમચી દહીને ઈંડાના સફેદ છોતરાંમાં ભેળવીને આ હેર માસ્ક તૈયાર કરવામાં છે. આ માસ્ક તમારા વાળની કંડીશન સુધારવા ઉપયોગી બને છે. રહી વાત કે આ માસ્ક લગાવવું કઈ રીતે? તો આ માસ્ક લગાવવા માટે બ્રશ અને કાંસકીની મદદથી વાળના મૂળ સુધી લગાવી શકાય છે. આ માસ્કને 20 મિનિટ સુધી લગાવી રાખવું અને પછી ધોઈ નાખવું. આનું પરિણામ તમને એક અઠવાડિયામાં જ જોવા મળશે.