વોર્ડ નં. 18ના રહેવાસીઓએ ટી.પી. સ્કીમ રદ કરવા અથવા નવો ડ્રાફટ રજૂ કરવા માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજરોજ મહાનગરપાલિકાની નવી ટી.પી. સ્કીમને લઈને રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ મ્યુ. કમિશનરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. મનપા કચેરી ખાતે વોર્ડ નં. 18ના રહેવાસીઓ દ્વારા મ્યુ. કમિશનરને ટી.પી. સ્કીમ રદ કરવામાં આવે અથવા તો નવો ડ્રાફટ રજૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ તકે કોઠારીયા વિસ્તારની 22 સોસાયટીના લોકો એકત્ર થઈ વિરોધ કર્યો હતો. નવી ટી.પી. સ્કીમની વાંધાઅરજી રજૂ કરવામાં આવી હતી.
- Advertisement -
કારણ કે લાયબ્રેરી, ગાર્ડન, હોસ્પિટલ સહિતની સુવિધા ન હોવાનો આક્ષેપ કરી આ ટી.પી. સ્કીમ રદ કરે અથવા નવો ડ્રાફટ રજૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.