ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
આજે સિંગતેલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. સિંગતેલમાં રૂા.20નો વધારો થતા ડબ્બો રૂા.2650-2700 અને 2600-2650 એ પહોંચ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રૂા.100નો નોંધપાત્ર વધારો થયો છે ત્યારે તેલના ભાવમાં ભડકો થતા લોકોનું બજેટ વીખેરાઈ ગયુ છે. હાલ વર્ષાઋતુ ચાલુ છે. વરસાદના કારણે મગફળીની આવકમાં બ્રેક લાગી છે અને પીલાણ પણ ઓછું થયું છે. જેની સીધી અસર સીંગતેલના ભાવ પર પડી છે.
- Advertisement -
છેલ્લા ચાર દિવસથી રૂા.10-10 વધે છે અને આજે રૂા.20નો વધારો થયો છે. જયારે પામોલીયનમાં રૂા.5નો ઘટાડો થયો છે. આગામી સમયમાં મોટા તહેવારો શરુ થવા જઈ રહ્યા છે. શ્રાવણ માસની શરુઆત સાથે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ તહેવારોમાં તેલનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે ત્યારે તહેવાર સમયે જ ભાવ વધતા લોકો પણ ચીંતામાં મુકાયા છે. આગામી સમયમાં મગફળીની આવક થશે તો ભાવ ઘટવાની શકયતા છે.