દુનિયામાં 5થી10 ટકામાં, જયારે ભારતમાં 15 ટકા યુવાનોમાં ખતરો જોવા મળ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
ભારતીયોમાં વારસાગત કારણે હાઈ કોલેસ્ટ્રોલનો ખતરો વધુ છે. દુનિયામાં આ ખતરો જયાં 5થી10 ટકા લોકોમાં જોવા મળ્યો, ત્યારે દુનિયામાં 15 ટકા યુવાનોમાં આ ખતરો જોવા મળ્યો હતો. આ દાવો ઈન્ડિયન હાર્ટ જર્નલના એક તાજેતરના સંશોધન રિપોર્ટમાં કરાયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પારિવારિક કારણોથી થનાર ઉચ્ચ કોલેસ્ટ્રોલ, જેને હાઈપર કોલેસ્ટ્રો લેમિયા કહેવામાં આવે છે, તે ભારતમાં વધુ છે. ઓછી વયમાં કોલેસ્ટ્રોલ વધવાથી ઓછી ઉંમરમાં હૃદયરોગના મામલા વધી રહ્યા છે. રિપોર્ટ મુજબ ભારતમાં હૃદયરોગના મામલા દુનિયાની તુલનામાં એક દાયકા પહેલા આવી રહ્યા છે. વિશ્વમાં હૃદયરોગ શરૂ થવાની સરેરાશ વય 62 વર્ષ છે, જયારે ભારતમાં 52 વર્ષ છે. કારણ કે મોટા પ્રમાણમાં વારસાગત કારણોથી નાની વયમાં જ આ રોગ થાય છે. લિપોપ્રોટીનની માત્રા વધુ: રિપોર્ટનું માનીએ તો ભારતીયોની લિપિડ પ્રોફાઈલમાં લિપોપ્રોટીનની માત્રા વધુ છે. 25 ટકાથી વધુ લોકોમાં આ ધોરણથી વધુ માત્રામાં મળ્યું જયારે વૈશ્વિક સરેરાશ 20 ટકાથી પણ ઓછી છે. લિપોપ્રોટીનની વધુ માત્રા હાઈપર કોલેસ્ટ્રેટિયાના આનુવંશિક ખતરાને દર્શાવે છે. આ ગોવા અને કેરલમાં વધુ છે. 81 ટકા ભારતીયોની લિપિડ પ્રોફાઈલ ખરાબ: હાલમાં જ લિપિડ પ્રોફાઈલને લઈને જાહેર એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 81 ટકા ભારતીયોનો લિપિડ પ્રોફાઈલ ખરાબ છે. 67 ટકા ભારતીય નિમ્ન એચડીએલ કોલેસ્ટ્રોલ (ગુડ કોલેસ્ટ્રોલ) અને હાઈ ટ્રાઈગ્લે સિરાઈડસનો સામનો કરી રહ્યા છે.
સમય પહેલા જ હૃદયરોગના દર્દી બની રહ્યા છે ભારતીય: રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં એકયુટ સિન્ડ્રોમના 5 ટકા કેસ 60 વર્ષથી વધુ આયુષ્ય વર્ગમાં જોવા મળ્યા છે. જયારે 20 ટકા મામલા 45 વર્ષથી ઓછી વયના લોકોમાં જોવા મળ્યા. આથી સ્પષ્ટ છે કે વારસાગત કારણોને લઈને ભારતીયોનું લિપિડ પ્રોફાઈલ બગડી રહી છે. જે સમય પહેલા હૃદયરોગનું કારણ બની રહ્યું છે.



