શું તમે ચાંદીપુરા વાયરસ વિશે સાંભળ્યું છે? હાલમાં આ વાયરસ ગુજરાતમાં તેનો પ્રકોપ બતાવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) એક ખતરનાક વાયરસ છે, જે નાના બાળકોને અસર કરે છે. આ વાયરસથી પ્રભાવિત થયાના 2-3 દિવસમાં બાળક કોમામાં જતો રહે છે અથવા તે મૃત્યુ પામે છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં 6 બાળકો મૃત્યુ પામ્યા છે. ત્યારે આજે અમે તમને ખતરનાક ચાંદીપુરા વાયરસ શું છે, તેના લક્ષણો અને નિવારણની રીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શું છે ચાંદીપુરા વાયરસ?
- Advertisement -
ચાંદીપુરા વાયરસનો શિકાર બનતા બાળકોના મગજમાં સોજો આવે છે, જેના કારણે બાળકોમાં પહેલા ફ્લૂના લક્ષણો દેખાય છે અને થોડા જ સમયમાં તેઓ કોમામાં જતા રહે છે અથવા તેઓ મૃત્યુ પામે છે.
આ વાયરસનું નામ મહારાષ્ટ્રના એક ગામ ‘ચાંદીપુરા’ પરથી રાખવામાં આવ્યું છે.
આ જ ગામમાં પ્રથમ વખત 1965માં આ વાયરસથી પીડિત બાળકોના કેસ જોવા મળ્યા હતા.
સામાન્ય રીતે આ વાયરસ 14 વર્ષથી નાના બાળકોને તેનો શિકાર બનાવે છે.
શું છે ચાંદીપુરા વાયરસ ફેલાવાનું કારણ?
ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય અથવા મચ્છરોના કારણે ફેલાય છે.
સેન્ડ ફ્લાય માખીઓની એક એવી પ્રજાતિ છે, જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદ દરમિયાન ઘણી વધી જાય છે.
મેદાની વિસ્તારોમાં પણ ચાંદીપુરા વાયરસનું જોખમ છે કારણ કે મચ્છર પણ આ વાયરસ ફેલાવી શકે છે.
પ્રાણીઓ પર કરવામાં આવેલ રિસર્ચ દર્શાવે છે કે આ વાયરસ દર્દીના ન્યુરોન્સ (ચેતાઓ) પર હુમલો કરે છે અને તેને નુકસાન પહોંચાડે છે, જેના કારણે વ્યક્તિના મગજમાં સોજો આવે છે.
- Advertisement -
ચાંદીપુરા વાયરસના લક્ષણો
અચાનક હાઈ ફીવર આવવો અને માથાનો દુખાવો
ઉબકા અને સતત ઉલટી થવી
નબળાઈને કારણે મૂર્છિત
ચાંદીપુરા વાયરસ માટે ટેસ્ટ
ડોકટરો હજુ સુધી ચાંદીપુરા વાયરસથી બહુ પરિચિત નથી, પરંતુ તેમ છતાં લક્ષણોના આધારે, ડૉક્ટર દર્દીના લોહીની તપાસ (Blood Test) કરાવી શકે છે.
ચાંદીપુરા વાયરસ ચેપની સારવાર
ચાંદીપુરા વાયરસ માટે અત્યારે કોઈ ખાસ સારવાર નથી.
જો કે, આ વાયરસ ખતરનાક છે અને તેના લક્ષણો એન્સેફાલીટીસ (મગજના તાવ) જેવા જ હોવાથી દર્દીએ જેટલી જલ્દી થાય તેટલી જલ્દીની ડોક્ટર સાથે મુલાકાત લેવી જોઈએ.
ચાંદીપુરા વાયરસથી બચવા માટે મચ્છર અને માખીઓથી બચવું અને તંદુરસ્ત ખોરાક લેવો મહત્વપૂર્ણ છે.
ચોમાસામાં ખુલ્લામાં ઉપલબ્ધ ખોરાક પર માખીઓ બેસી જાય છે, જેના કારણે આ ખાદ્ય પદાર્થો તમને આ જીવલેણ રોગનો શિકાર પણ બનાવી શકે છે.
આ વાયરસથી પોતાને બચાવવા માટે સ્વચ્છતા અને સાવચેતી જરૂરી છે.




