જેતપુરના થાણાગાલોલમાં મોડી રાત્રે બનેલો હત્યાનો બનાવ
જેતપુર તાલુકા પોલીસે હત્યાના ગુનામાં પિતરાઇ ભાઈને લીધો સકંજામાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
જેતપુરના થાણાગાલોલમાં મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો. 32 વર્ષીય યુવાનની હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે એક વર્ષ પહેલાં ગામમાં આવેલ વેલનાથ મંદિરે થયેલ માંડવાના આયોજનનો હિસાબ રાખનાર રણજિત મકવાણાને તેના પિતરાઈ ભાઈ અશોક મકવાણાએ મોડી રાત્રે હિસાબ મામલે ચર્ચા કરવા બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા જેતપુર તાલુકા પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી છે.
જેતપુરના થાણાગાલોલ ગામે રહેતાં મિલનભાઇ મગનભાઇ મકવાણા ઉ.29એ ભાઈ રણજીતની હત્યા અંગે અશોક વજુ મકવાણા સામે જેતપુર તાલુકા પોલીસમાં હત્યાની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મજુરી કામ કરે છે. ત્રણ ભાઇઓમાં સૌથી મોટો રૂપસીંગભાઈ તેનાથી નાનો રણજીતભાઇ હતો પિતાનું ત્રણેક વર્ષ પહેલા અવસાન થયેલ છે. ગત રાત્રે ઘરે જમીને બેઠા હતાં ત્યારે તેનો મોટો ભાઇ રણજીત ઘરે આવેલ અને તરત જ બહાર જતો રહેલ અને થોડીવાર બાદ તેના મિત્ર વિજય ઉર્ફે જગો કિડીયાનો ફોન આવેલ અને કહેલ કે તારો ભાઈ રણજીત અને અશોક મકવાણા બંને મેલડીમાના મંદિરે જવાના રસ્તે ઝગડો કરે છે અને રણજીત ત્યાં જ જમીન પર પડી ગયેલ છે તેને લોહિ નીકળે છે જેથી તુ જલદી અહીં આવ તેવી વાત કરતા તે બાઈક લઇ મંદિરે જવાના કાચા રસ્તે ગયેલ અને જઈને જોયુ તો ત્યા અશોક હાજર હતો અને તેનો ભાઇ રણજીત જમીન પર પડેલ હતો ફરિયાદીને જોઈ અશોક તેનુ બાઈક લઇ થાણાગાલોલ બાજુ ગામમા ભાગી ગયેલ અને તે ભાઇ રણજીત પાસે જઈને જોયુ તો તેના પડખાના ભાગેથી લોહી નીકળતુ હતુ રણજીત કંઇ બોલતો ન હોય બેભાન જેવો થઇ જતાં અન્ય મિત્રોને બોલાવી રણજિતને લોહીલુહાણ હાલતમાં પ્રથમ જેતપુર ખાનગી હોસ્પિટલ ખાતે અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી બનાવનું કારણ એવું છે
કે સવા વર્ષ પહેલા ગામમા સમસ્ત કોળી સમાજ વેલનાથ મંદિરે માંડવો કરવાનુ આયોજન કરેલ હતુ જેમા માંડવાના ખર્ચ માટે એક કમિટી બનેલ હતી ખર્ચનો વહિવટ તેનો ભાઈ રણજીત પાસે હોય અને અશોક આ માંડવામા થયેલ ખર્ચ બાબતે અવાર નવાર હિસાબ માંગતો હોય અને કહેતો હોય કે તુ, માતાજીના માંડવામા થયેલ ફાળાના પૈસા ખાઇ ગયેલ છો તે બાબતે અવાર નવાર મૃતક રણજીત સાથે ઝગડો કરતો હતો અને તે બાબતે ચર્ચા કરવા માટે બોલાવી તેની સાથે ઝગડો કરી રણજીતને તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરી હતી ભોગ બનનાર યુવાન અને હત્યારો બંને પિતરાઈ ભાઈ થતાં હોવાનું સામે આવ્યું છે જેતપુર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી અશોક મકવાણાને સકંજામાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી છે.