મનીષા અમરેલિયાના નામે (સર્ટી પર) અનન્યા મલ્ટી સ્પેશિયાલિટીના નામે મેહુલ ચાવડા નામનો વ્યક્તિ ચલાવતો હતો હૉસ્પિટલ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.11
અમદાવાદ આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન આખી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે,મેહુલ ચાવડા નામનો બોગસ ડોકટર આ હોસ્પિટલ ચલાવતો હતો.બાળકીના મોત બાદ વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તપાસ ચલાવી હતી જેમાં કૌભાંડ સામે આવ્યું હતુ.તો તંત્રએ હોસ્પિટલને તાત્કાલિક કરાઈ સીલ. વાઈરલ વીડિયોનું તથ્ય જાણવા સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ઈઉઇંઘ ડો. શૈલેષ પરમારની આગેવાનીમાં બાવળામાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી હોસ્પિટલને સીલ કરી હતી. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને એક વાઈરલ વીડિયો મળ્યો હતો. જે મૃત છોકરીના પરિવારજનોએ ઉતાર્યો હતો. જે મુજબ કોઈ બીમારીને લઈ દીકરીને બાવળા ખાતે આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સવારે દાખલ કરવામાં આવી હતી અને રાત્રે તેનું મૃત્યુ થયું હતું.
- Advertisement -
આ બનાવ એક દિવસ પહેલાંનો છે. વીડિયોમાં પરિવારજનો કહી રહ્યા છે કે, દીકરી સવારે સારી હતી. ડોક્ટરને વારંવાર રિપોર્ટ આપવાનું કહેવા છતાં રિપોર્ટ અપાયો ન હતો. હોસ્પિટલે 1.50 લાખ રૂપિયા સારવારની ફી કીધી હતી. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નળ સરોવર રોડ બાવળા ખાતે પહોંચી હતી. જ્યાં હોસ્પિટલ નીચે એક મેડિકલ પણ છે. ત્યાં ડોક્ટર મેહુલ ચાવડા કરીને એક નાનો મેડિકલ વ્યક્તિ હોસ્પિટલ ચલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી. હોસ્પિટલના સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર ન હતી. ડિગ્રી વગર બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિસરની સારવાર આપવામાં ન આવે તો વધુ તકલીફ થઈ શકે છે અને લોકોએ પણ આવા લે ભાગવું બોગસ ડોક્ટરો પાસે સારવાર ન કરાવી જોઈએ. સારવાર માટે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઇડ ડોક્ટર પાસે જઈને જ સારવાર કરાવવી જોઈએ.