બિલ્ડિંગનું બાંધકામ ચાલું હોવાથી રસ્તા પર જ માંચડો ખડકી દેવાતા વાહન ચાલકો પરેશાન
યાજ્ઞિક રોડ પર બેંક ઓફ બરોડાની બાજુમાં એક બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હોવાથી રાહદારીઓને ઘણી મુશ્કેલી ભોગવવી પડી રહી છે, બિલ્ડિંગના બાંધકામ માટે ઢગલા રોડ પર ઠાલવી દેતાં જાહેર રસ્તાને ખાનગી કામ માટે ઉપયોગમાં લેવાતા યાજ્ઞિક રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા અવાર નવાર રાજકોટમાં ખાનગી બાંધકામ માટે રસ્તાઓ પર મોટી મોટી ઇમારતોના બાંધકામો કરવામાં આવતા હોય છે
- Advertisement -
જેનાલીધે સામાન્ય જનતાને રાહદારીમાં મુશ્કેલીઓ ભોગવવી પડેછે અને ટ્રાફિકના લીધે જો કોઇ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? તેવા પ્રશ્ર્નો થવા પામે છે ખાનગી બાંધકામ માટે જાહેર માર્ગો પર કપચી, સિમેન્ટ,મોટા મોટા લોખંડ ના સળિયા, રેતી જેવી વસ્તુઓને એમ જાહેર માર્ગો પર રાખીને બાંધકામ કરવામાં આવે છે જો ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત સર્જાયો તો તેનું જવાબદાર કોણ તે એક ગંભીર પ્રશ્ર્ન છે.