શાપરના વેપારી પાસેથી લોખંડના સળિયા મંગાવી 1.45 કરોડનો ધુંબો મારી દીધો
તપાસ કરતાં આંકડો કારોડોમાં પહોંચ્યો : ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટના વેપારીઓ સાથે બગસરા પંથકના શખસએ રૂ.18.84 કરોડની છેતરપિંડી કર્યાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે શાપરમાં શ્રીનાથજી સ્ટીલ નામની પેઢી ધરાવતાં રાજકોટના અમિતભાઇ પટેલને બે વર્ષ પહેલાં સડક પીપળીયા ગામે પ્રમુખ ટ્રેડિંગના નામથી ધંધો કરતાં આરોપી સાથે સંપર્કમાં આવ્યાં બાદ કુલ રૂ.1.45 કરોડના લોખંડના સળિયા મંગાવી નાસી છૂટ્યો હતો તપાસ કરતાં રાજકોટના અન્ય વેપારી પણ ભોગ બન્યાનું સામે આવતા છેતરપિંડીનો આંક કરોડોમાં પહોંચ્યો હતો.
રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર સીલ્વર સ્ટોનમાં રહેતાં અમીતભાઇ રમેશભાઇ પટેલ ઉ.47એ બગસરાના જયરાજ ધનજી પીપળીયા સામે ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શાપરમાં શ્રીનાથજી સ્ટીલ નામથી ઓફીસમાં બીલ્ડીંગ કંસટ્રકશનમા વપરાતા લોખંડના સળીયાનો વેપાર કરે છે. વર્ષ 2022થી જયરાજ પીપળીયા ગોંડલના સડક પીપળીયા ગામે ભાડાની ઓફીસ તથા ગોડાઉનમા પ્રમુખ ટ્રેડીંગના નામથી સ્ટીલ અને સીમેન્ટના ટ્રેડીંગનો ધંધો ચાલુ કરેલ ત્યારે તે ફરિયાદીને ઓફીસે આવી ધંધા બાબતની વાતચીત કરેલ હતી બાદમાં ત્રણેક માસ બાદ બન્ને પાર્ટી વચ્ચે જે માલ તેમને વેચાણ કરૂ તેનુ પેમેન્ટ 15 દિવસમા ચુકવી આપવાનું મૌખીક નક્કિ કરેલ હતું. આરોપી જયરાજ પીપળીયા રાજકોટ અને અન્ય જિલ્લાના વેપારી સાથે આ રીતે ટ્રેડીંગ કરતો હતો બાદમાં ગઇ તા.15/06/2024 થી તા.02/07/2024 દરમ્યાન આરોપીને લોખંડના સળીયાનો કુલ રૂ.1.45 કરોડનો માલ વેચેલ જેના નક્કિ થયા મુજબ માલ મોકલ્યાના પંદર દિવસમા પેમેન્ટ ચુકવવાનુ હતું. પેમેન્ટ નહી ચુકવતા ફોન કરી નાણાની ઉઘરાણી કરતાં ત્યારે તે પેમેન્ટ બે ચાર દિવસમા ચુકવી દઈશ તેવુ જણાવતો પરંતુ પેમેન્ટ ચૂકવ્યું ન હતું ગયાં મહિને પણ આરોપીએ અલગ અલગ તારીખે કુલ 17 વાર માલની ખરીદી કરેલ પરંતુ તેનુ પેમેન્ટ મને ચુકવેલ ન હતું ગઇ તા.04/07 ના જયરાજ પીપળીયાને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવેલ જેથી બીજા દિવસે આરોપીની ઓફીસે જતા ઓફીસે તાળુ મારેલ અને કોઇ હાજર ન હતુ અને તેમજ તેનુ ગોડાઉન પણ ખાલી હતુ જેથી બાજુમા આવેલ દ્રારકેશ વે-બ્રીજ વાળા દિવ્યેશભાઈ વીરડાએ તેને ઓફીસ અને ગોડાઉન ભાડે આપેલ હોય જેથી તેને પુછતા જણાવેલ કે, તે બે દિવસ પહેલા ઓફીસ અને ગોડાઉન ખાલી કરીને જતા રહેલ અને તે હવે રાજકોટમા ધંધો કરવાના છે તેવુ જણાવેલ હતું રાજકોટનો ફલેટ પણ બે દિવસથી ખાલી કરીને જતો રહ્યો હોય વેપારીઓ આરોપીના મૂળ ગામ બગસરના પીઠડીયામાં આવેલ ઘરે તપાસ કરતા ત્યા પણ તે મળી આવેલ નહી અને તેમના માતા-પિતાએ અમારો દિકરો અહીં આવતો નથી તેવુ જણાવેલ હતું.
જેથી આરોપી જયરાજ પીપળીયાએ ફરીયાદી પાસેથી રૂ.1.45 કરોડના ટી.એમ.ટી.ના સળીયા તેમજ અન્ય રાજકોટના આઠ વેપારી પાસેથી લોખંડના સળિયાનો જથ્થો મંગાવી કુલ રૂ.18.84 કરોડની છેતરપિંડી આચરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
કયા વેપારી સાથે કેટલાની છેતરપિંડી ?
રાજકોટ નિધ્ધી સ્ટીલ : અતુલભાઇ મોદી સાથે રૂ.45.19 લાખની છેતરપિંડી
અમદાવાદ શ્રીનાથજી ટ્રેડ પ્રા.લી. : વિસાલભાઈ પરીખ સાથે કુલ રૂ.2,42,86,814ની છેતરપિંડી
ભાવનગર ઓમકાર એન્ટરપ્રાઇઝ : સમીરભાઇ અડવાણી સાથે રૂ.2,94 કરોડની છેતરપિંડી
રાજકોટ બાલાજી ઇસ્પાત : ચેતનભાઈ પોપટ સાથે રૂ.5.30 લાખની છેતરપિંડી
અંજાર મોનો સ્ટીલ ઇન્ડીયા લી : હીતેશભાઇ શાહ સાથે રૂ.5.43 કરોડની છેતરપિંડી
અંજાર જય ભારત સ્ટીલ કોર્પોરેશન : ગૌરાંગભાઇ શાહ સાથે રૂ.3,12,98,514 ની છેતરપિંડી
ભાવનગર એમ.જી.સ્ટીલ : સાંતનુસિંહ ગોહીલ પાસેથી કુલ રૂ.2,07,98,218 ની છેતરપિંડી
ચેતનભાઈ ભરતભાઈ પોપટ સાથે રૂ 37.40 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.



