પોલીસે મર્યાદિત રૂટ અને કૉવીડ ગાઈડલન્સના પાલન સાથે મંજૂરી આપી
રથયાત્રામાં 60થી વધુ વ્યક્તિઓ હાજર રહી શકશે નહીં
48 કલાક પહેલાનો છઝઙઈછ નેગેટીવ હશે તે વ્યક્તિ જ ભાગ લઇ શકશે
ખાસ-ખબર સંવાદદાતા
આ વર્ષે અષાઢીબીજ ના રોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકા મુજબ રાજકોટ શહેર ખાતે ભગવાનશ્રી જય જગન્નાથજી મંદીર ખાતેથી 14મી રથયાત્રાનુ આયોજન થનાર છે જે આયોજન પુર્વે ભગવાન જગન્નાથ મંદીરના મહંતશ્રી ત્યાગી મનમોહન દાસ (ગુરૂ રામકિશોર દાસજી) તથા મંદીરના અન્ય ટ્રસ્ટીઓ, સંચલાકો સાથે રાજકોટ શહેર પોલીસ અધિકારીશ્રીઓ સાથે મીટીંગ યોજવામાં આવેલ જેમાં અગામી સમયમાં અષાઢી બીજના દિવસે નીકળનાર રથયાત્રા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ જેમાં હાલમાં કોરોના વાયસરની મહામારી ફેલાયેલ હોય જેથી ભકતો સ્વસ્થ અને સુરક્ષીત રહે તેવા શુભ હેતુથી ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવા નકકી કરવામાં આવેલ જેમાં રથયાત્રા ના આયોજકશ્રીઓએ રથયાત્રા માટે ટુંકામાં ટુંકો રૂટ નકકી કરવો રથયાત્ર, શોભાયાત્રા ના નકકી કરેલ માર્ગ ઉપર મહતમ પાંચ સંખ્યાના રથ/વાહનો સાથે નીકળવાનુ પરંતુ અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે રથયાત્રામાં ભાગ લેવો નહીં. રથયાત્રા દરમ્યાન યાંત્રિક વાહનો ઉપર અથવા યાંત્રિક/ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવે છે જેથી સ્થાનીક પરિસ્થિતિ અને જરૂરીયાતને ધ્યાને રાખી રથયાત્રામાં ભાગ લેનાર ખલાસીઓની સંખ્યા ઓછામાં ઓછી રાખવાની જેમાં કોઇ પણ સંજોગોમાં આ સંખ્યા 60 થી વધુ રાખવી નહીં તેમજ રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદીર કે ટ્રસ્ટ ના હોદેદારો/સંચાલકો અને પુજા વીધીમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના 48 કલાક પહેલા કરાવેલ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ નેગેટીવ હશે તેઓજ રથયાત્રા/શોભાયાત્રા માં સામેલ થઇ શકશે અને સામેલ થનાર તમામે કોવીડ-19 વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇશે.


