ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં શેરી નં. 13/3ના ખૂણે એકસાથે 3-3 વીજ થાંભલા ધરાશાયી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
- Advertisement -
રાજકોટમાં પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી હોય તેવું લાગી રહ્યું છે. હજુ તો ચોમાસું પૂરતું બેઠું પણ નથી ત્યાં શરૂઆતમાં જ ઘણી જગ્યાએ ઙૠટઈકની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે આજે ભક્તિનગર પોલીસ સ્ટેશન પ્લોટ શેરી નં 13/3ના ખૂણે એકસાથે ત્રણ-ત્રણ વીજપોલ ધરાશાઈ થઈ ગયા હતા અને કહી શકાય કે આ વીજપોલની સાથે વીજતંત્રની આબરૂ પણ ધૂળધાણી થઈ ગઈ છે. આ વિસ્તારમાં વેપારીઓ અને મધ્યમ વર્ગનાં લોકો કામના અનુસંધાને અવર-જવર કરતા હોય તાત્કાલિક આ અંગે ઘટતું કરવા વેપારીઓએ માંગ કરી છે.
ઉપરાંત સમય સુચકતાના કારણે આજે મોટી દુર્ઘટના બનતાં રહી ગઈ હતી. આ અંગે વેપારીઓએ 10 દિવસ પહેલાં જ જર્જરિત વીજપોલ અંગે અરજી પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવા અસંખ્ય વીજપોલ રાજકોટમાં જગ્યાએ-જગ્યાએ પડવાના દાખલા સામે આવે છે ચોમાસું બેસતાની સાથે જ વીજપોલ ધરાશાયી થઈ જતાં લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આવા અકસ્માતો સર્જાતાની સાથે જ ઙૠટઈકની નબળી કામગીરી છતી થઈ છે.