શહેર ભાજપ દ્વારા પ્રથમ કારોબારી બેઠકમાં ધોરાજી ઉપલેટા વિધાનસભા સીટમાં ભાજપનો ભગવો લહેરાવવાનો સંકલ્પ કરાવતા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા
ધોરાજી શહેર ભાજપની પ્રથમ કારોબારી બેઠક જુનાગઢ રોડ ખાતે આવેલ લોહાણા સમાજની વાડી ખાતે મળી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા પ્રદેશ કારોબારી સદસ્ય વી.ડી.પટેલ, જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપીયા, જીલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ જીલ્લા ઉપપ્રમુખ મુક્તાબેન વઘાસિયા સહિતના શહેર ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


- Advertisement -
બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ જણાવ્યું હતું કે, ધોરાજી શહેર ભાજપની પ્રથમ કારોબારી બેઠક મળી છે ત્યારે આપણે સૌ સંકલ્પ કરીએ કે આવનારી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટા વિધાનસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. જેના માટે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ થકી જ આ વિસ્તારમાં આપણો જવલંત વિજય થવાનો છે કારણકે થોડા સમય પહેલા જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટા વિધાનસભા સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે સમગ્ર લોક જવાળ ભારતીય જનતા પાર્ટી તરફથી આવી રહ્યું છે ત્યારે આપણે સૌ એક થઈ અને ભારતીય જનતા પાર્ટીના વિકાસની ગાથા ઉપર આપણે સૌએ કામ કરવાનું છે.
આ સાથે ધોરાજી શહેર ભાજપની નવી ટીમ તેમજ જીલ્લાના હોદ્દેદારોની નવનિયુક્ત ટિમને મનસુખભાઈ ખાચરિયાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય વિ.ડી.પટેલએ પણ કાર્યકર્તાઓને બિરદાવી જણાવેલ કે, આપણે સૌએ આવનારી ૨૦૨૨ની ચૂંટણી માટે આપણે સૌએ તૈયારી શરૂ કરી દેવા જણાવ્યું હતું જે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપીયાએ ધોરાજી ભારતીય જનતા પાર્ટીની નવી ટીમને અભિનંદન પાઠવતા જણાવેલ હતું કે, ધોરાજી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવનારી ચૂંટણી માટે સક્રિય રીતે કામ કરશે તે પ્રકારની નવી ટીમ બની છે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
જીલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશોરભાઈ રાઠોડે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ધોરાજી એટલે ભાજપનો ગઢ ગણાય રહ્યો છે અને આ ગઢમાં પોરબંદરની લોકસભાની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટા વિધાનસભા સીટમાં ૫૦૦૦ મતની લીડ ભારતીય જનતા પાર્ટીને મળી હતી અને તાજેતરમાં જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વિસ્તારમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે હવે કોંગ્રેસનું આ વિસ્તારમાં કોઈ સ્થાન નથી. આવા સમયે લઘુમતી મોરચો અનુ.જાતિ મોરચો બક્ષીપંચ મોરચો વિગેરે ભારતીય જનતા પાર્ટીની પાંખો વધુ સક્રિયતા થી કામ કરશે તો આવનારી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેમાં કોઈ બેમત નથી.
આ સમયે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા અને તેમની ટીમને અભિનંદન પાઠવતા જણાવેલ હતું કે, જ્યારથી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મનસુખભાઈ ખાચરીયા જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મહામંત્રી મનસુખભાઈ રામાણી, મહામંત્રી મનીષભાઈ ચાંગેલા વિગેરેની નિમણૂક થઈ ત્યારથી તેઓ સક્રિય રીતે ધોરાજી ઉપલેટા વિધાનસભા સીટ કઈ પ્રકારે વિજય થાય તે પ્રમાણે સક્રિયતાથી રાજકોટ જિલ્લાની ટીમ કામ કરી રહી છે.
આ સમયે નવનિયુક્ત બક્ષીપંચ મોરચાના પ્રમુખ જીગ્નેશભાઈ નગરીયા, મહામંત્રી રાજીવભાઈ ચાવડા તેમજ અનું.જાતિ મોરચાના પ્રમુખ તુષારભાઈ સોંદરવા વિગેરે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સમયે ધોરાજી સીટના પ્રભારી રાજશીભાઇ હૂંબલએ ગુજરાતના વિકાસ કામોની વિસ્તૃત માહિતી આપી હતી.
પ્રથમ કારોબારી બેઠકમાં પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય વી.ડી.પટેલ, જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપીયા, જીલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જિલ્લા કારોબારી સદસ્ય મુક્તાબેન વઘાસિયા, જયસુખભાઇ ઠેસીયા, પ્રભારી રાજશીભાઇ હૂંબલ, ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસીકભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈ હિરપરા, ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા, મહામંત્રી વિજયભાઈ બાબરીયા, મનીષભાઈ કંડોલીયા, ધોરાજી શહેર ઉપપ્રમુખ વિજયભાઈ અંટાળા, કૌશિકભાઇ વાગડિયા, મંત્રી ધીરુભાઈ કોયાણી, ભરતભાઈ બગડા, સાગર અંટાળા, જિલ્લા કારોબારી સદસ્ય દિલીપભાઈ હોતવાણી,નીતિનભાઈ જાગાણી, યુવા ભાજપના મિહિર હિરપરા, મીત ધીનોજા વિગેરે વિવિધ મોરચાના પ્રમુખ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન વિનુભાઈ માથુકિયાએ કર્યું હતું તેમજ વિવિધ ઠરાવો એડવોકેટ રાજુભાઇ બાલધાએ કરેલ હતા. જેનું સમર્થન વિઠ્ઠલભાઈ હિરપરા એ આપેલું હતું.


