ભોલે બાબાના સત્સંગમાં કોરોનાકાળમાં પણ બેદરકારી આચરાઈ હતી ‘મારા કોઇ ગુરુ નથી’: ભોલે બાબા ઉર્ફે સાકર વિશ્વહરિ
સંત ભોલે બાબાના કહેવા પ્રમાણે, તેમના કોઈ ગુરુ નથી અને તેમને ભગવાન માટે અપાર પ્રેમ છે. એકવાર મને આ અંગે ખ્યાલ આવ્યો તે પછી મેં મારું આખું જીવન માનવ કલ્યાણ માટે સમર્પિત કરી દીધું છે. સંત ભોલે બાબાના લાખો અનુયાયી છે.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઉત્તરપ્રદેશ, તા.3
મંગળવારે હાથરસના સિકંદરરાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલરાઈ ગામમાં આયોજિત ભોલે બાબાના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 120થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 100થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધવાની આશંકા છે. ત્યારે સવાલ થાય છે કે, જેમના સત્સંગમાં આટલી મોટી દુર્ઘટના થઇ એ ભોલે બાબા કોણ છે? સંત ભોલે બાબા મૂળ કાંશીરામ નગર (કાસગંજ)ના પટિયાલી ગામના રહેવાસી છે. તેમણે જણાવ્યું કે, બાળપણમાં તેઓ તેમના પિતા સાથે ખેતીકામ કરતા હતા. જ્યારે તેઓ યુવાન થયા ત્યારે તેઓ પોલીસમાં જોડાયા. રાજ્યના ડઝનબંધ પોલીસ સ્ટેશનો ઉપરાંત ઈન્ટેલિજન્સ યુનિટમાં તેમને પોસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ 18 વર્ષની સેવા પછી તેમણે ટછજ લીધું હતું.
તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના ગામમાં એક ઝૂંપડીમાં રહે છે અને લોકોને ભગવાનની ભક્તિનો પાઠ શીખવવા માટે ઉત્તર પ્રદેશ અને નજીકના રાજ્યોમાં ફરે છે. બે વર્ષ પહેલા જ્યારે દેશમાં કોરોનાની લહેર ચાલી રહી હતી ત્યારે મે, 2022માં ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં તેમના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે માત્ર 50 લોકોને જ સત્સંગમાં આવવાની પરવાનગી આપી હતી, પરંતુ કાયદાનો ભંગ કરીને 50,000થી વધુ લોકોએ સત્સંગમાં હાજરી આપી હતી. અહીં એકઠી થયેલી ભીડને કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.
- Advertisement -
હાથરસ દુર્ઘટનાની FIRમાં બાબાનું નામ જ નહીં
યોગી આદિત્યનાથે આજે ઘટના સ્થળ અને ઘાયલોની મુલાકાત લીધી
મંગળવારે બપોરે 1 વાગ્યે ફુલરઈ ગામમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સીએમ યોગી બુધવારે સવારે 11.30 વાગ્યે હાથરસ પહોંચ્યા હતા. જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા. ઘટનાસ્થળ પર ગયા હતા. તેમણે અધિકારીઓ પાસેથી દુર્ઘટના મામલે સમગ્ર માહિતી મેળવી હતી.
વહીવટીતંત્રનો પ્રથમ રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં કહેવાયું છે કે ભોલે બાબાની ચરણ રજ લેવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. બાબાના સેવકોએ લોકો સાથે ધક્કા-મુક્કી કરી હતી. આ પછી ભીડ બેકાબૂ થઈ ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી. વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 121 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પ્રયાગરાજના વકીલ ગૌરવ દ્વિવેદીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં ઙઈંક કરીને અકસ્માતની ઈઇઈં તપાસની માગ કરી છે. મંગળવારે મોડી રાત્રે સિકંદરાઉ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે 22 લોકો સામે FIR નોંધાવી છે. આમાં મુખ્ય આયોજકનું નામ દેવ પ્રકાશ મધુકર છે. બાકીના અજાણ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી ભોલે બાબા ઉર્ફે હરિ નારાયણ સાકરનું નામ નથી.
દુર્ઘટના બાદ બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે તેમની શોધમાં આખી રાત દરોડા પાડ્યા હતા મૈનપુરીમાં બાબાના આશ્રમ પહોંચી, પરંતુ તે મળ્યો નહીં. મૈનપુરીમાં આશ્રમની બહાર પોલીસ તહેનાત છે. ઘટનાસ્થળે સ્થિતિ એવી હતી કે મૃતદેહોને ઢાંકવા માટે ચાદર પણ ન હતી. ઘાયલો જમીન પર પીડાથી તડપી રહ્યા હતા. તેમની સારવાર માટે કોઈ ડોક્ટરો નહોતા. મોટાભાગના મૃતકો હાથરસ, બદાઉન અને પશ્ર્ચિમ યુપી જિલ્લાના છે. અહીં ફરજ પરના કોન્સ્ટેબલ રજનીશ (30)ને ઇટામાં મૃતદેહોના ઢગલા જોયા બાદ હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમના મિત્રો તેમને ડોક્ટર પાસે લઈ ગયા, પરંતુ તેમનું મોત થઈ ગયું. જોકે, એટાહના એસએસપીએ કોન્સ્ટેબલના મૃત્યુનું કારણ બીમારી ગણાવી છે. આ રીતે થયો અકસ્માત – પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, સત્સંગ પછી ભક્તો બાબાના કાફલાની પાછળ તેમને પગે લાગવા દોડ્યા. ભીડને કાબૂમાં લેવા માટે વોટર કેનન ફેંકવામાં આવી હતી. લોકો દોડવા લાગ્યા, પછી એકબીજા પર પડવા લાગ્યા… કચડાઈ જવાને કારણે ઘણા મૃત્યુ થયા.