પોલીસે PI સહિત 22 સામે હત્યાની કોશિષ, લૂંટની ફરિયાદ દાખલ કરી ગુનોે નોંધ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢના વંથલી નજીક આવેલ ગાદોઇ ટોલનાકે દાદાગીરી કરીને ટોલનાકા સંચાલકઅને ટીસીની હત્યાનો પ્રયાસ કરનાર કોડીનાર પીઆઇ. ભોજાણીને ગીર-સોમનાથ એસપીએ સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. કોડીનારના પીઆઇ આર.એ.ભોજાણી બે દિવસ પહેલા જૂનાગઢના વંથલી ગાદોઇ ટોલનાકેથી પસર થઇ રહ્યા હતા ત્યારે તેઓ સાદા ડ્રેસમાંઅને કાળા કલરની સ્પોકર્પીયો કારમાં હતા અને ટોલનાકે તેઓએ ટીસી ભાવેશભાઇ સાથે રકઝક કરીને માથાકુટ કરી બે શખ્સોએ અપહરણનો પ્રયાસ કર્યો હતો.
- Advertisement -
ત્યાર બાદ આ અંગે ટીસી ભાવેશભાઇ અને ટોલનાકાના સંચાલક એવા રાજેશ છૈયા બંને ફરિયાદ કરવા વંથલી પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યારે પરત ફરતી વખતે પીઆઇ ભોજાણીના ર0 થી રર જેટલા મળતિયાઓએ તેમના પર રસ્તામાં હુમલો કર્યો હતો અને મારી નાખવાની કોશિષ કરી મોબાઇલ લૂંટી લીધો હતો જે અંગે જૂનાગઢ પોલીસે પીઆઇ સહિત રર સામે હત્યાની કોશિષ, લૂંટની ફરિયાદ દાખલ કરીને વંથલી પોલીસમાં ગુન્હો દાખલ કર્યો હતો. ત્યાર બાદ પીઆઇને પકડાવ જૂનાગઢ એસપીએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી જે કેસમાં ગીર સોમનાથ એસપી પીઆઇ ભોજાણીને પહેલા બદલી કરીને સસ્પેન્ડ કર્યો છે વંથલી ગાદોઇ ટોલનાકે દાદાગીરી કરનાર કોડીનાર પીઆઇ ભોજાણીને સસ્પેન્ડ કર્યા છે.