ભાજપ એ માત્ર રાજકીય પાર્ટી નહીં પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલી પાર્ટી છેઃ ધનસુખ ભંડેરી. છેવાડાનાં માનવીને પ્રાથમિક સુવિધા મળે તેની ચિંતા કરતો પક્ષ એટલે ભાજપઃ પ્રદીપ ડવ, ડો.જૈમન ઉપાધ્યાય. કો૨ોનાની મહામારીમાં રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાળી ભાજપ સરકાર ખરા અર્થમાં સંવેદનશીલ બની છે: ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી
મહિલા પુરૂષ સમોવડી બને તે દિશામાં ભાજપા સરકાર પ્રગતિ કરી રહી છે: બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળિયા: સાંસદ રામભાઈ મોકરીયા, જીતુ કોઠારી,કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, જીતુ મહેતા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા.
- Advertisement -
વોર્ડ નં. ૧ થી ૯ માં કારોબારી બેઠક સંપન્ન : આજે વોર્ડ નં ૧૦ થી ૧૮ ની કારોબારી બેઠક યોજાશે
ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ રાષ્ટ્રીય કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ અને મહાનગર કક્ષાએ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ વોર્ડ કક્ષાએ બુથ સુધીનાં કાર્યકર્તાઓનો સમાવેશ કરી કારોબારી બેઠક યોજાતી હોય છે ત્યારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી મહાનગરની ઈ–કારોબારી બેઠક યોજાઈ હતી તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ વોર્ડ નં ૧ થી ૯ ની કારોબારી યોજાઈ હતી, જેમાં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધનસુખ ભંડેરી, ગોવીંદભાઈ પટેલ, જનભાઈ કોટક, પ્રતાપભાઈ કોટક, અરવીંદ રૈયાણી, બીનાબેન આચાર્ય, ડો.પ્રદીપ ડવ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, રક્ષાબેન બોળીયા, જીતુભાઈ મહેતા સહીતના ઉપસ્થિત રહયા હતા તેમજ આજે વોર્ડ નંબર ૧૦ થી ૧૮ માં કારોબારી બેઠક યોજાશે. જેમાં ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કારોબારી બેઠકને સંબોધતા ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યુ હતુ કે ૧૯૮૦ માં સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી ધ્વારા ગુજરાત અને દેશ માટે અવિરત સંઘર્ષ અનેક યાતનાઓ અને અનેક આંદોલનો દવારા સ્થાપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે તપ, ત્યાગ અને બલિદાનોને સંસ્કારોથી સિંચાયેલી પાર્ટીનાં આપણે સૌ કાર્યકર્તા છીએ ત્યારે હંમેશા અંત્યોદયની ભાવના એટલે કે છેવાડાનાં માનવીની ચિંતા કરનારી પાર્ટી છે ત્યારે ભાજપ એ માત્ર રાજકીય પક્ષ નહીં પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલી પાર્ટી છે અને તેના આપણે સૌ કાર્યકર્તા છીએ તેનું આપણને ગૌરવ છે તેમજ આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં ફસાયુ છે ત્યારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી માન. વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વાળી ભાજપા સરકાર ધ્વારા કોરોનાનાં જંગ સામે અનેકવિધ નકકર પગલા ભર્યા છે ત્યારે ખાસ કરી લોકોને પુરતા પ્રમાણમાં સહાય મળે તેમજ લોક ડાઉનનાં કારણે આર્થિક રીતે નબળા લોકોને મુશ્કેલી ન થાય તે માટે મફત અનાજ આપવાની જાહેરાત કરી છે.
આ તકે શહેરનામેયર ડો. પ્રદિપ ડવ તથા પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પં.દીનદયાલ ઉપાધ્યાયજીના મંત્ર અનુસાર જયા માનવી ત્યા સુવિધા આપવાનો ભારતીય જનતા પાર્ટીની સરકારે ખરા અર્થમા આ દિશામાં આગેકદમ ભર્યા છે ત્યારે રાજયના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર ધ્વારા પારદર્શક, સંવેદનશીલ, નીર્ણાયક અને પ્રગતીશીલ ના ચાર આધારસ્તંભો ઉપર રાજયનો સર્વાંગિ વિકાસ કર્યો છે ત્યારે લોકોને પ્રાથમિક,માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓમા પુરતા પ્રમાણમાં વધારો કર્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા પણ રાજકોટની જનતાને પણ પૂરતા પ્રમાણમાં રોડ,રસ્તા, લાઈટ, ગટર, પાણી જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે.
- Advertisement -
આ તકે પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય તથા પૂર્વ મેયર અને રાજકોટ જીલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયાએ કારોબારી બેઠકને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ધ્વારા જનધન યોજના અમલમાં મુકી અને વધુને વધુ પ્રમાણમાં મહીલાઓ આ યોજનામાં જોડાય તેમજ મુદ્રા લોન યોજના ધ્વારા મહીલાઓને પણ પૂરતા પ્રમાણમાં લોન મળે અને પગભર થાય મહીલાઓ ખરા અર્થમાં પુરૂષ સમોવડી બને તે માટે પણ ભાજપા સરકાર કટીબધ્ધ બની છે.
આ તકે વોર્ડ નં.૧ માં હીતેશ મારૂ, જ્યરાજસિહ જાડેજા, કાનાભાઈ ખાણધર, લલીત વાડોલીયા, તેજશ ત્રિવેદી, દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશ મોરજરીયા, હીરેન ખીમાણીયા, વોર્ડ નં.૨ માં રાજેન્દ્રસિહ ગોહીલ, માધવ દવે, દશરથભાઈ વાળા, ભાવેશ ટોયટા, જયમીન ઠાકર, ડો. દર્શીતાબેન શાહ, પૃથ્વીસિહ વાળા, અતુલ પંડીત, દીપાબેન કાચા, વોર્ડ નં.૩ માં દીનેશ કારીયા, હેમભાઈ પરમાર, રાજુભાઈ દરીયાનાણી, હીતેશ રાવલ, હારૂનભાઈ શાહમદાર, અરૂણાબેન આડેસરા, ભુપેન્દ્રભાઈ શાહ, કુસુમબેન ટેકવાણી વોર્ડ નં.૪ માં દીપક પનારા, સી.ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા, દીનેશ ચૌહાણ, પરેશ પીપળીયા, કાળુભાઈ કુગશીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, સોનલબેન ચોવટીયા, વોર્ડ નં.૫ માં રમેશ અકબરી, દીનેશ ઘીયાળ, અશોક લુણાગરીયા, દીનેશ ડાંગર, મુકેશ ધનસોતા, દીલીપ લુણાગરીયા, હાર્દીક ગોહીલ, રસીલાબેન સાકરીયા, વજીબેન ગોલતર વોર્ડ નં. ૬ માં રમેશ પરમાર, ઘનશ્યામ કુંગશીયા, દુષ્યત સંપટ, વીરમભાઈ રબારી, મંજુબેન કુગશીયા, ભાવેશ દેથરીયા, પરેશ પીપળીયા, યાકુબ પઠાણ, રત્નાભાઈ રબારી, , વોર્ડ નં. ૭ માં અનીલભાઈ પારેખ, પ્રતાપભાવોરા, રમેશ દોમડીયા, અનીલ લીંબડ, રાજુ મુંધવા, દેવાંગ માંકડ, નેહલ શુક્લ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, મીનાબેન પારેખ, નટુભાઈ ચાવડા, આસીફ સલોત, વાહીદ સમા, ઉન્નતીબેન ચાવડા, જે.પી. ધામેચા, જયેન્દ્ર મહેતા, હેમભાઈ ચૌહાણ, વોર્ડ નં. ૮ માં નિતીન ભુત, તેજશ જોષી, જયસુખ મારવીયા, કાથડભાઈ ડાંગર, મહેશ રાઠોડ, રાજુભાઈ અઘેરા, ડો. અતુલ પંડયા, અશ્વીન પાંભર, બીપીન બેરા, ડો.દર્શનાબેન પંડયા, પ્રીતીબેન દોશી, પીનાબેન કોટક, વોર્ડ નં. ૯ માં વીક્રમ પુજારા, રક્ષાબેન વાયડા, પ્રવીણ મારૂ, પ્રદીપ નીર્મળ, વીરેન્દ્ર ભટ્ટ, પુષ્કર પટેલ, જીતુ કાટોળીયા, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્યાય, જાગૃતીબેન ભાણવડીયા, કુલદીપસિંહ જાડેજા,રૂપાબેન શીલુ,શીલ્પાબેન જાવીયા સહીતના ઉપસ્થિત રહયા હતા.