લોખંડનો પાઇપ મૂકવા જતી વખતે પાઇપ વીજતારને અડી જતા શોક લાગ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
રાજકોટ ગોંડલ હાઇવે ઉપર આવેલ મેટોડાની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા હિંમતભાઇ ભીખાભાઇ અંબાણી ઉ.49 રવિવારે દેવગામ પાસેના માનસિક અસ્થિર લોકોના આશ્રમમાં બાંધકામ ચાલતું હોય ત્યાં કામ કરતા હતા ત્યારે વીજશોક લાગતાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન મોત નીપજતા મેટોડા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં હિંમતભાઇ કામ કરતાં હતા ત્યારે લોખંડનો પાઇપ મૂકવા જતી વખતે પાઇપ વીજતારને અડી જતા શોક લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.