રવની, ઝાપોદડના 10 શખ્સો સામે ખૂન, લૂંટ, ચોરી, ખંડણી, રાયોટિંગ સહિતના ગુના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
વંથલીની ગુનાહિત ગેંગ વિરૂઘ્ધ તપાસના અંતે ક્રાઇમ બ્રાંચે ગુજસીટોકનો ગુનો દાખલકરાવતા ગુનેગાર આલમમાં ખળભળાટ મચી ગયો છે. 11મેનારોજ વંથલી તાલુકાના રવની ગામની સીમમાં રફીક આમદભાઇ સાંધ અને તેના 18 વર્ષીય પુત્ર જીહાલની ફાયરીંગ અને પાઇપ, લાકડી વડે ઝાંપોદર ગામના રહીમ ઉર્ફેખુરી ઇસા સાંધ તેમજ રવનીના હુશેન અલારખા, જુમા હબીબ, હનીફ ઇસ્માઇલ, અબ્દુલ, ઇબ્રાહીમ, ઇસ્માઇલઅને યુસુફે હત્યા કરી હતી. આકેસમાં એસપી હર્ષદ મહેતાની સુચનાથી કેશોદના ડીવાયએસપી બી.સી.ઠકકરના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.જે.પટેલસહિતની ટીમે આરોપીઓ વિરૂદ્ધ વધુ પુરાવા એકઠા કરવા તપાસ હાથ ધરતા આરોપીઓ હત્યા ખૂનની કોશિષ, અપહરણ,લૂંટ, રાયોટીંગ, મારામારી, સરકારી મિલકને નુકશાન, ધાક ધમકી, હથિયાર ધારા ભંગ, જુગાર ચોરી, ખંડણી સહિતના સંખ્યાબંધ ગુનામાં 10 શખ્સો ગેંગ સ્વરૂપે સંડોવાયા હોવાનું જણાવ્યુ હતુ.
આથી તેમની વિરૂઘ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેઝિમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (ગુજસીટોક) એકટ મુજબ પીઆઇ પટેલે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી છ આરોપી જેલમાં હોય અને બાકીના આરોપી ઇમરાન ઉર્ફે ભીખો હબીબ સાંધ, બોદુ અબુ પલેજા, પનીશ ઉર્ફે અનલો ઇસ્માઇલ સાંધ અને ભાવિન ઉર્ફે કાનો મનસુખ પાડલીયાને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરમાં આતંક મચાવનાર નાસીર મૈતર સહિત પાંચ શખ્સની ટોળકી સામે 2021માં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયારે જૂનાગઢના સરફરાજ ઉર્ફે ડાબરો, મોહસીન ઉર્ફે હોલે હોલેસહિત પાંચ શખ્સોની ટોળકી સામે બીજો ને રવની, ઝાપોદડ સહિતના ગામના 10 શખ્સોની ટોળકી સામે ગુજસીટોક હેઠળ ત્રીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.