વરિષ્ઠ પત્રકાર રજત શર્માએ દિલ્હી હાઈકોર્ટમાં કોંગ્રેસના નેતાઓ રાગિણી નાયક, જયરામ રમેશ અને પવન ખેરા વિરૂધ્ધ તેમના આરોપો પર માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
કોંગ્રેસના આ નેતાઓએ રજત શર્મા પર લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે લાઈવ શો દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. રજત શર્માએ કોંગ્રેસના નેતાઓને તેમની સામે આક્ષેપો કરતા રોકવા માટે વચગાળાની રાહતની માંગ કરી હતા.
- Advertisement -
જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે કોંગ્રેસના નેતાઓને આ આરોપો લગાવવાથી રોકવા માટેની વચગાળાની અરજી પરનો આદેશ અનામત રાખ્યો હતો.
કોંગ્રેસના પ્રવક્તા રાગિણી નાયકે 4 જૂનના રોજ, જે દિવસે લોકસભા ચૂંટણી માટે મતોની ગણતરી થઈ હતી, તે દિવસે શર્મા પર ટેલિવિઝન પર તેમની
સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જયરામ રમેશ અને ખેરાએ એક્સ પર આ મુદ્દે ટિપ્પણી કરી હતી. રજત શર્મા તરફથી વરિષ્ઠ એડવોકેટ મનિન્દર સિંહ હાજર થયા અને રજૂઆત કરી કે વરિષ્ઠ પત્રકાર દ્વારા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે એમ પણ રજૂઆત કરી હતી કે શર્મા પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને તૈયાર કરવામાં આવ્યા છે.
સિંહે કહ્યું કે, આ શો 4 જૂને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કોઈ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો પરંતુ બાદમાં છ દિવસ પછી આ મુદ્દો સામે આવ્યો હતો. તેણે વધુમાં જણાવ્યું કે કરવામાં આવેલ ટવીટ્સ અને તેના પર લગાવવામાં આવેલા આરોપો તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે.