એક વર્ષે વેપારીને માત્ર 5 લાખનો દંડ: પનીરમાં દૂધને બદલે વનસ્પતિ તેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
2જી મે 2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે ભાવનગરના મહુવામાંથી આવેલો શંકાસ્પદ 1600 કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ફૂડ વિભાગે પનીરનો જથ્થો કબજે કરીને તેમાંથી સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે ભુજ મોકલવામાં આવ્યા હતા. ટેસ્ટીંગમાં પનીર સબ સ્ટાન્ડર્ડ એટલે કે અખાદ્ય હોવાનું સામે આવ્યું હતું. પનીરની બનાવટમાં દૂધને બદલે વનસ્પતિ તેલની ભેળસેળ કરી હોવાનું જાણવા મળ્યું હતું. તેથી અધિક કલેક્ટર ચેતન ગાંધી દ્વારા વેપારીને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે તે સમયે આરોગ્ય અધિકારી વાંકાણીનાં જણાવ્યા અનુસા રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમે બાતમીના આધારે 9 વાગ્યે ઢેબર રોડ, ભાડલા પેટ્રોલ પંપ નજીક એક દુકાનની આસપાસ વોચ ગોઠવી હતી. ફૂડ વિભાગને ભાવનગર, મહુવાના મેસવાડ ગામની રામકૃષ્ણ ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી. તેથી 11 વાગ્યા આસપાસ પનીરનો જથ્થો ભરેલો બોલેરો પીકઅપ વાન આવતા તેને અટકાવવામાં આવ્યો હતો. જેમાં તપાસ કરતા અંદાજે 1600 કિલો પનીરનો (કિંમત 3 લાખ) જથ્થો કબજે કર્યો હતો. જે બાદ પનીરના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે ભુજ મોકલવામાં આવ્યા હતા.
- Advertisement -
2જી મે 2023ની માહિતી અનુસાર, આ પનીર માત્ર 190 રૂપિયાનું કિલો વેંચાતું હતું. જેમાં પામ ઓઇલ એડ કરી પનીર બનાવવામાં આવતું હતું. તેમાં ફેટ સ્પ્રેડ એડ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. સૌરાષ્ટ્રનાં અનેક ગામડાઓમાં આ પનીરનું વેંચાણ કરવામાં આવે તેના પહેલા જ આરોગ્ય વિભાગે જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પ્રકારનું પનીર આરોગવાથી સ્વાસ્થ્યને ખૂબ મોટું નુકસાન થવાની અને પેટનાં રોગો થવાની સંભાવના હોવાનું પણ જાણવા મળ્યું હતું. ફૂડ વિભાગે પનીર જથ્થો કબજે કરીને સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે ભુજ મોકલ્યા હતા. ટેસ્ટીંગમાં પનીર સબ સ્ટાન્ડર્ડ એટલે કે અખાદ્ય હોવાનું સામે આવ્યું હતું. ભાવનગરનો વેપારી પનીરની બનાવટમાં દૂધને બદલે વનસ્પતિ તેલની ભેળસેળ કરી તેનું વેચાણ રાજકોટની અનેક હોટલોમાં કરતો હોવાનું સામે આવતા અધિક કલેક્ટર ફૂડ કોર્ટ દ્વારા વેપારીને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અખાદ્ય પનીરની લોકોને કેન્સર સહિતની સંભાવનાઓ વધી જતી હોવાનું સામે આવ્યુ છે.