સોનાક્ષી સિંહાનાં 23 જૂને તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન થવાનાં છે એ અફવાએ જોર પકડયું છે એ વિશે સોનાક્ષી કહે છે, આ તેની પસંદ છે અને એની સાથે કોઈને કોઈ લેવા દેવા હોવો જોઈએ નહી.
2019માં આવેલી ફિલ્મ ‘નોટબુક’થી ઝહીરે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. એવું જાણવા મળ્યું છે કે, લગ્નમાં નજીકની ફેમિલી અને ફ્રેન્ડસ હાજર રહેશે. સતત પૂછવામાં આવતા લગ્નના સવાલ વિશે સોનાક્ષી કહે છે, ‘લગ્નને લઈને મને વારંવાર સવાલ પૂછવામાં આવે છે. જો કે હવે હું એના પર વધુ ધ્યાન નથી આપતી. હું એક કાનથી સાંભળું છું અને એક કાનથી કાઢી નાખું છું.
- Advertisement -
પહેલી વાત તો એ કે મારાં લગ્ન સાથે કોઈને કોઈ સંબંધ ન હોવો જોઈએ. બીજી વાત એ કે આ મારી પસંદ છે. મારાં માતા-પિતા કરતાં તો અન્ય લોકો મારાં લગ્ન વિશે વધુ પુછપરછ કરે છે જે ખરેખર આશ્ચર્યજનક છે. હવે તો મને એની ટેવ પડી ગઈ છે. મને એનાથી કોઈ ફરક નથી પડતો. લોકો આતુર છે તો એમાં અમે શું કરી શકીએ?’