વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતની વિદ્યાર્થીલક્ષી કરેલી રજૂઆત સફળ
એક-બે વિષયમા નાપાસના કારણે 10,000 થી વધુ વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે તે અર્થે લેવાયો નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
ગઈકાલે સૌરાષ્ટ્ર યુની.મા સ્નાતક કોર્ષની સેમ 5-6 ના વિદ્યાર્થીઓની સ્પેશિયલ સપ્લીમેન્ટ્રી પરીક્ષાઓ યોજવા અંગે વિવાદ સર્જાયો હતો કે છેલ્લા 8 વર્ષથી લેવાતી આ પરીક્ષાની કોઇ જાહેરાત ના કરાતા 10,000 થી વધુ વિદ્યાર્થીઓ જે સેમ 5-6 મા એક બે વિષયોમા નાપાસ થયા હોય તેમને સમગ્ર વર્ષ બગડવાની ભીતિ વ્યક્ત કરી હતી.વિદ્યાર્થીઓમા આ અંગે આક્રોશનો સૂર ઊઠ્યો હતો અને યુનિવર્સિટીએ ટેલિફોનિક અને રૂબરૂ અનેક રજુઆતો કર્યા બાદ કોઇ નિરાકરણ ના મળતા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતેનો સંપર્ક કર્યો હતો.જો કે વિદ્યાર્થીનેતા રાજપૂતે ગઈકાલે જ કુલપતિને લેખિત રજૂઆતમા વ્યાજબી કારણો દર્શાવ્યા સાથે સતાધિસો પર પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે ખાનગી યુની.ઓ સેમસ્ટારોના પરિણામો જાહેર કર્યા બાદ 15 દિવસમાં રિમિડિયલ પરીક્ષાઓ યોજે છે તો શા માટે આપણા વિદ્યાર્થીઓને સતાધિસો અન્યાય કરે છે.
અનેક વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યા બાદ સરકારી અને ખાનગી નોકરીઓની આશાઓ હોય છે અને શૂકા પાછળ ભીનુ ના બળે તે ધ્યાને લઇને 10,000 થી વધુ વિદ્યાર્થીઓનુ સમગ્ર વર્ષ ના બગડે તે બાબતોને ગંભીરતાથી ધ્યાને લઇ છેલ્લા 8 વર્ષથી લેવાનાર પરીક્ષા આ વર્ષે તાકીદે આયોજન કરવા માંગ કરી હતી અને ઉગ્ર આંદોલનની ચીમ્મકી ઉચ્ચારી હતી. જો કે યુનિવર્સિટીના કુલપતિશ્રીએ પરીક્ષા વિભાગને સૂચના આપ્યા બાદ આજે પરીક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીહિતલક્ષી જાહેરાત કરવામાં આવી છે કે સ્નાતક કોર્ષના સેમ.5-6 અને અનુસ્નાતક કોર્ષની સેમ.3-4નાક વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ તા.15 જુનથી 22 જુન સુધી એટલે કે અઠવાડિયા સુધી પોતપોતાની કોલેજમાં ભરવાના રહેશે અને જેની ટૂંક સમયમા જ પરીક્ષાઓ લેવામા આવશે. આ જાહેરાત બાદ વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો અને વિદ્યાર્થીનેતાનો આભાર માન્યો હતો. આ અંગે રોહિતસિંહનો સંપર્ક સાધતા જણાવ્યુ હતુ કે 10,000 વિદ્યાર્થીઓની કારકિર્દીલક્ષી લાગણી અને માંગણીઓ ધ્યાને રાખી સૌરાષ્ટ યુની.ના સતાધિસોએ રજૂઆત બાદ તાકીદે પરીક્ષા જાહેર કરી તે ખુબ સરાહનીય બાબત છે હુ સતાધિસોનો વિદ્યાર્થીઓ વતી આભાર વ્યક્ત કરુ છુ.



