એલોન મસ્કે એપલ સામે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, એપલે OpenAI સાથે ભાગીદારી ચાલુ રાખી તો તે પોતાની ઓફિસમાં iPhone અને MacBookની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેશે.
X (ટ્વિટર)અને ટેસ્લાના માલિક એલન મસ્કે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે, જેના કારણે તેઓ લોકો વચ્ચે ચર્ચનો વિષય બન્યા છે. એલોન મસ્કે ટ્વિટ કરીને ધમકી આપતા કહ્યું કે, ‘તે એમની તમામ કંપનીઓમાં એપલ ડિવાઈસના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેશે.’
મસ્કનું કહેવું છે કે, ‘જો આઇફોન ડિવાઇસ તેના સોફ્ટવેરમાં OpenAIનો સમાવેશ કરે છે, તો તે તેની કંપનીઓમાં Apple ઉપકરણો અને iPhones પર પ્રતિબંધ મૂકશે. મસ્કનું આ નિવેદન WWDCને લઈને આવ્યું છે, જેમાં Apple OpenAI સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.
- Advertisement -
એપલે 10 જૂને WWDC ખાતે તેનું નવું OS iOS 18 લોન્ચ કર્યું હતું. કંપનીએ નવા iOS માં ChatGPT ઓફર કરવા OpenAI સાથે ભાગીદારી કરી છે. આ વર્ષના અંતમાં, iPhone, iPad અને Mac યુજર્સ iOS 18, iPadOS18 અને macOS Sequoia પર મફતમાં ChatGPIT ઍક્સેસ કરી શકશે. આ માટે યુઝર્સને અલગ એકાઉન્ટની પણ જરૂર નહીં પડે.