ક્ષ અગાઉ મનપાના 5 અધિકારી અને 2 PI થયા છે સસ્પેન્ડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં ધરપકડ થયેલા ત્રીજા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ 9 સામે પગલા લેવાયા બાદ ગઈકાલે ડે. ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગૂનો નોંધી ધરપકડ થયાના 48 કલાક પુરા થતા કમિશનર દ્વારા પોલીસ રિપોર્ટના આધારે ગઇકાલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 10 અધિકારીઓ સામે પગલા લેવાયા છે. જેમાંથી 3 અધિકારી પોલીસ કસ્ટડીમાં જતા મનપા દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે બાકીના 7 અધિકારી સામે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર દ્વારા જે ત્રણ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે, તેમાં તત્કાલીન ટી.પી.ઓ. મનસુખ સાગઠિયા અને એ.ટી.પી. મુકેશ મકવાણા બાદ હવે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે સસ્પેન્સનના પગલા લેવામાં આવ્યા છે. રાજકોટ મનપાની ફાયર શાખામાં ડે. ચિફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા બી.જે. ઠેબાને ગેમઝોન આગકાંડ બાદ અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી હતી. જેમની સામે એસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું.
- Advertisement -
એટલું જ આ જ અધિકારી સામે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ 70,000ની લાંચના આક્ષેપ લગાવ્યા હતા. ભીખા ઠેબાની પૂછપરછ અને તેમના ઘરે તપાસ કરતા મળેલી વિગતોના આધારે તેમની સામે અપ્રમાણસરની મિલકતનો ગત શુક્રવારે ગૂનો નોંધાયો હતો. આ ગુના બાદ તેમને 48 કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા રવિવારે જેલહવાલે કરવામાં આવ્યા છે. જેથી ગઇકાલે મનપા કમિશનર દ્વારા પોલીસ રિપોર્ટના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી ચિફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાની 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2024 સુધીની તપાસણી કરવામાં આવતા અઈઇને રૂ. 79,94,153ની અપ્રમાણસરની મિલકતો મળી આવી હતી. આ રકમમાંથી તેમના આશ્રીતોના નામે મકાન, દુકાન ખેતીની જમીનોમાં રોકાણ થયા હોવાનું પોલીસે તપાસ બાદ જાહેર કર્યું હતું..
ગેમ ઝોન કાંડમાં અગાઉ સસ્પેન્ડ થયેલા અધિકારીઓ
-તત્કાલીન ટી.પી.ઓ. એમ.ડી. સાગઠિયા
– એ.ટી.પી. મુકેશ મકવાણા
– મનપાના એ.ટી.પી. ગૌતમ જોશી
– મનપાના સહાયક ઈજનેર જયદિપ ચૌધરી
– ફાયર બ્રિગેડ અધિકારી રોહિત વિગોરા
– મા. અને મ. વિભાગના મદદનીશ ઈજનેર પરેશ કોઠીયા
– મા. અને મ. વિભાગના ના. કાર્યપાલક એમ. આર. સુમા
– પોલીસ ડિપાર્ટમેન્ટના પી.આઈ.વી.આર. પટેલ
-પોલીસ ડિપાર્ટમેન્ટના પી.આઈ. એન.આઈ. રાઠોડ