ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જુનાગઢ શહેરના સક્કરબાગ પાસે આવેલ રામદેવપરા વિસ્તાર એક દિવસ પૂર્વે મોડી રાત્રે સંજય ભુપતભાઈ મકવાણાની તેનાજ પાડોશમાં રેહતો દેવો ઉર્ફ લીંડી ચૌહાણ નામના શખ્સે છરીના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઇ ગયો હતો હત્યાનો બનાવ બનતા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી ગયો હતો અને હત્યારાને ગણતરીની કલાકમાં ઝડપી પાડયો હતો.
- Advertisement -
શહેરના રામદેવપરા વિસ્તારમાં રહેતા સંજય ભુપતભાઈ મકવાણા ઉ.29 નામના યુવકની છરીના ઘા મારીને હત્યા નિપજાવામાં આવી હતી આ હત્યાના બનાવ મામલે પોલીસ તપાસ દરમિયાન સંજય મકવાણાની હત્યા તેના ઘરની બાજુમાં રેહતો દેવો ઉર્ફ લીંડી ચૌહાણ નામના શખ્સે કરી હોવાનું ખુલ્યું હતું અને હત્યાના આરોપી દેવો ઉર્ફ લીંડી ચૌહાણને તુરંત ઝડપી પાડવામાં સફળતા મળી ત્યારે પોલીસે જણાવ્યા અનુસાર આ હત્યા 500 રૂપિયાની લેતીદેતીમાં થઇ હોવાનું સામે આવ્યું હતું ત્યારે હત્યાના આરોપીને એ.ડીવીઝન પોલીસે ઝડપી 302 કલમ મુજબ ગુનો નોંધી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગણી સાથે વધુ તપાસ હાથ ધરી છે.