જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર ડો.ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર ઝાપડાના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના અનુસાર જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા તા:01/06/2024 થી તા:15/06/2024 સુધી “નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત જૂનાગઢ શહેરમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હોય તે મુજબ શહેરના 1 થી 15 વોર્ડમાં આવેલ રેસી.વેલ્ફેર.એસો.તેમજ સોસાયટી વિસ્તારમાં વેસ્ટ સોટીગ ડ્રાઇવ કરી કચરા ના વર્ગીકરણ અંગે સુકો તેમજ ભીનો કચરો અલગ અલગ આપવા માહિતગાર કરેલ આ અભિયાન માં સેનેટરી ઇન્સપેકટર, સુપર વાઈઝર તેમજ એસ. એચ.જી ગ્રુપના બહેનો અને સફાઇ કર્મચારીઓની મદદથી આ કામગિરી કરવામાં આવી હતી અને લોકોને વેસ્ટ સોટીંગ વિષે સમજણ આપીને સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ મનપા દ્વારા 1થી 15 વોર્ડમાં સોસાયટી તેમજ જુદા જુદા વિસ્તારોમાં વેસ્ટ સોર્ટિંગ ડ્રાઇવ

Follow US
Find US on Social Medias