લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે આજે લોકોની નજર પરિણામો પર છે. લોકસભાની બેઠકોના ટ્રેન્ડ સામે આવી ચૂક્યા છે. લોકસભા ચૂંટણીમાં ઘણા સ્ટાર્સ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જેમાં કંગના રનૌતથી લઈને સ્મૃતિ ઈરાની સુધીના અનેક સેલેબ્સ સામેલ હતા. વલણો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કોણ સૌથી આગળ ચાલી રહ્યું છે અને કોને હારનો સામનો કરવો પડી રહ્યો છે. કંગના રનૌતે હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી લડી હતી અને વલણો પ્રમાણે તે જીતી રહી છે. કંગનાની જીત અને સ્મૃતિ ઈરાનીને ઓછા વોટ મળવા પર બોલિવૂડ ક્રિટિક KRKએ કટાક્ષ કર્યો છે. કમાલ આર ખાન ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે પરિણામ પહેલા જ પીએમ મોદીને જીત માટે અભિનંદન પાઠવી દીધા છે. તો હવે બીજી તરફ તેણે કટાક્ષ કરતા કહ્યું કે, કંગનાએ સ્મૃતિ ઈરાનીનું કરિયર બરબાદ કરી નાખ્યુ છે. કેઆરકેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
કેઆરકે આજે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે પરિણામ પર ક્ષણ-ક્ષણની અપડેટ્સ જોઈ રહ્યાં છે અને તેની સાથે જ તેને શેર પણ કરી રહ્યાં છે. તે કંગનાના જીતવાથી લઈને રાહુલ ગાંધીને પણ અભિનંદન પાઠવી રહ્યો છે.
- Advertisement -
કંગનાએ સ્મૃતિ ઈરાનીનું કરિયર કર્યું બરબાદ
કેઆરકેએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, અભિનંદન મેડમ સ્મૃતિ ઈરાની જી. તમે કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર્તાથી હારી ગયા. જ્યારે કંગના રનૌત જીતી ગયા છે. એનો અર્થ એ કે, આજે કંગનાએ તમારું કરિયર બરબાદ કરી નાખ્યું. ટાટા! બાય! બાય!. કેઆરકેની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.
રાહુલ ગાંધીને ભારતનું ભવિષ્ય ગણાવ્યા
- Advertisement -
કેઆરકેએ બીજી પોસ્ટમાં લખ્યું કે, આજે 140 કરોડ લોકો જોરશોરથી કહી રહ્યા છે કે, રાહુલ ગાંધી ભારતનું ભવિષ્ય છે. રાહુલ એકલા જ આખા ભાજપ સામે ઊભા છે. રાહુલ ભાઈને ખૂબ-ખૂબ અભિનંદન.
આ પહેલી વખત નથી જ્યારે કેઆરકેએ કોઈ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપ્યો હોય. તે પોતાની પોસ્ટ દ્વારા મોટાભાગે લોકો પર નિશાન સાધતા રહે છે. જેના કારણે ટ્રોલિંગનો શિકાર પણ બને છે.