અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું સેકેન્ડ પ્રી-વેડિંગ ફંક્શન ઈટલીમાં સમાપ્ત થઈ ગયું છે. આ ફંક્શનમાં સામેલ થયેલા મોટાભાગના સેલેબ્સ ઈન્ડિયા પરત ફરી ચૂક્યા છે. હાલ સોશિયલ મીડિયા પર આ ફંક્શનની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હવે ઈશા અંબાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ઈશા ફ્લોય મેક્સી ડ્રેસમાં ભાભી શ્લોકા સાથે સ્ટેજ શેર કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન ઈશાએ પ્રી-વેડિંગમાં સામેલ થયેલા મહેમાનોને લઈને એક સ્પીચ પણ આપી હતી.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
ઈશા અંબાણીએ કહ્યું કે, ‘મને નથી લાગતું કે ક્યારે આવું હોલીડે થયું હશે. આ માટે ઘણો આભાર. અમે લોકો તમારાથી ઘણો પ્રેમ કરીએ છીએ. તમારા બધાના આવવાથી આ ફંક્શન સ્પેશિયલ બની ગયું છે. આ માટે બધાનો દિલથી આભાર.’ ઈશાની સ્પીચ લોકોને પસંદ આવી રહી છે.