ઈન્ટર્નશીપમાં પ્રેક્ટીકલ તાલીમ સાથે પરિપૂર્ણ અનુભવ
દેશના યુવાધનને કોર્પોરેટ જગતમાં નવી તકો પૂરી પાડવા અદાણી ગ્રુપ અગ્રેસર છે. તાજેતરમાં અદાણી સમર ઈન્ટર્ન પ્રોગ્રામ-2024 હેઠળ દેશભરના 22 રાજ્યોમાંથી અદાણી જૂથમાં ઈનટર્ન્સની ભરતી કરવામાં આવી છે. જેઓ આગામી બે મહિનામાં પડકારરૂપ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. જેમાં સૈદ્ધાંતિક અને વ્યવહારુ જ્ઞાનનો સુમેળ સાધવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ વર્ષે અદાણી ગ્રૂપમાં 70 પેનલિસ્ટના સઘન પ્રયાસોથી 22 કોલેજોના 3,000થી વધુ ઉમેદવારો માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી ટોચના 10% પસંદ કરવામાં આવ્યા છે. જેમાં એન્જિનિયરો અને નોન-એન્જિનિયર્સની ભરતી કરીને બેચને વૈવિધ્યસભર બનાવવામાં આવી છે. ભરતી પામેલ ઉમેદવારો દેશભરની અગ્રણી સંસ્થાઓમાંથી પસંદગી પામ્યા છે.IIM, IIT, IIM-Mumbai, FMS, MICA, Fore School, GIM, IIFT, IMI, IMT-G, NMIMS વગેરે શૈક્ષણિક સંસ્થાઓમાંથી ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે.
- Advertisement -
કોર્પોરેટ વિશ્વની ગતિશીલતાને સમજવા માટે ઇન્ટર્નશીપને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઈન્ટર્ન્સ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું એ કોઈપણ સંસ્થા માટે સર્વોપરી છે. તે માત્ર વ્યાવસાયિક વૃદ્ધિને જ નહીં, પરંતુ કંપનીની પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપવાની ક્ષમતાને પણ વિકસાવે છે. અદાણી જૂથ દરેક ઇન્ટર્ન કાર્યકાળ દરમિયાન સમૃદ્ધ અને પરિપૂર્ણ અનુભવ મેળવે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કેમ્પસ સ્ટ્રેટેજીના લીડ મનીષકુમાર જણાવે છે કે, “અમે ઔપચારિક અને અનૌપચારિક સહેલગાહને એકીકૃત કરીને ઇન્ટર્ન્સને યાદગાર અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છીએ. એક સંસ્થા તરીકે અમે યુવા પ્રતિભાઓને રોજગારીની યોગ્ય તકો પ્રદાન કરીને ઉજ્વળ ભવિષ્ય બનાવવા મદદ કરીએ છીએ.