તપાસ અંતર્ગત એ વાતની ચકાસણી કરવામાં આવી હતી કે જે તે ગેમ ઝોન દ્વારા ફાયર સેફ્ટી સહિતના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું છે કે નહીં
અનેક ગેમ ઝોનને સીલ મારી દેવાયા
તપાસમાં ઘણી જગ્યાએ સામે આવ્યું હતું કે ગેમ ઝોન માલિકો દ્વારા નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં નહોતું આવ્યું. જે બાદ આવા ગેમઝોનને સીલ મારી દેવાયા છે. તો બીજા કેટલાક જયાં નિયમોનું પાલન થયું હતું. તે ગેમઝોનને પણ નવો આદેશ ન મળે ત્યાં સુધી હંગામી ધોરણે બંધ કરાવાયા છે.
- Advertisement -
81 ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા
રાજ્યના તમામ મહાનગરોમા આવેલા ગેમઝોનની તપાસ પૂર્ણ થઇ છે. રાજ્યના 8 મહાનગરોમાં કુલ 101 ગેમઝોનની તપાસનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો છે. 101 ગેમઝોન પૈકી 20 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે, અને 81 ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા છે.