અમદાવાદમાં 131 વર્ષમાં 5મી વખત ગરમીનો રેકોર્ડ તૂટ્યો
પાંચ દિવસ ટ્યુશન ક્લાસ બપોરે 12થી 4 બંધ રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.24
ગરમીમાં દિવસે ને દિવસે હૃદય રોગના હુમલા, ડિહાઈડ્રેશન, બેભાન થઈ જવા, લૂ લાગવી, હીટસ્ટ્રોક લાગવો, વોમિટિંગ, ચક્કર સહિતના કસ્સાઓ વધી રહ્યાં છે, છેલ્લા 6 દિવસમાં આકાશમાંથી વરસી રહેલી અંગદઝાડતી ગરમીમાં ગુરુવારે એકલા સુરતમાં જ નવ વ્યક્તિના મોત સહિત રાજ્યમાં કુલ 16ના મૃત્યુ થયા હતા. આમાં વડોદરામાં ચાર અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1 વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. વડોદરામાં તો ગરમીની હાલની સિઝનમાં જ અત્યાર સુધીમાં 23ના મોત થયા હતા.
ગરમીની આગાહીને લઈ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી પાંચ દિવસ દરમિયાન સંસ્થાઓમાં બપોરે 12થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં પારો 46.6 ડિગ્રી પહોચ્યું હતું, 131 વર્ષમાં પાંચમી વખત રેકોર્ડ પાર સ્તરે નોધાયું હતું. ગ્રીન કવર 35 ટકા ઘટ્યું છે, તો બીજી તરફ અઈનો ઉપયોગ 140 ટકા વધ્યો છે. ઉલ્લેખનીય છે કે ગરમીમાં સંખ્યાબંધ લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં હીટ સ્ટ્રોકથી 15ના મોત નિપજ્યા છે. જેને લઈ આગામી પાંચ દિવસ રાજ્યમાં 25 હજારથી વધુ ટ્યુશન ક્લાસ બંધ રહેશે.ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે.