પરિવારમાં શોક: 5 બાળકીઓ ન્હાવા ગઇ હતી: એકનો બચાવ
ભાવનગર મનપા કમિશનર અને કલેક્ટર હૉસ્પિટલ દોડી ગયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
ભાવનગરના સિદસરમાં 4 બાળકીઓના ડૂબી જતા મોત થયા છે. જેમાં બોરતળાવમાં ડૂબી જવાથી 4 બાળકીઓના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. તેમાં બોરતળાવમાં નાહ્વા પડેલી 5 બાળકીઓ ડૂબી હતી. જેમાં 5 બાળકીઓમાં એકનો બચાવ થયો છે. તેમજ અન્ય 4ના મોત થયા છે. બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા હતા. બચાવાયેલી બાળકીને પણ સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. બાળકીના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયું છે. તાજેતરમાં જ સુરતમાં રહેતા પરિવારના સાત સભ્યો પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબી જતાં હડકંપ મચી ગઇ હતી. તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.પોઈચા નજીક નર્મદા નદીમાં આઠ લોકો ડૂબી જતાં રાજપીપળા ટાઉન પોલીસ, ફાયર વિભાગની ટીમ પોઈચા પહોંચી હતી અને તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાવ્યું હતુ. ત્રણ બાળકો સહિત આઠ લોકો ડુબતા દોડધામ મચી ગઇ હતી.
આઠમાંથી એક યુવકને સ્થાનિકે બચાવી લીધો હતો. જ્યારે સાત લોકો પાણીમાં ગરકાવ થઇ જતાં ફાયર બ્રિગેડ ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.જેમાં પાણીમાં ગરકાવ થયેલા સાત લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી તરફ નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા હોવાના કરુણ સમાચાર સામે આવ્યા હતા. 6 લોકો દરિયામાં ડૂબવાની ઘટનામાં 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 4 લોકો દરિયામાં લાપતા થયા હતા. રવિવાર હોવાના કારણે પરિવાર અહીં ફરવા માટે આવ્યો હતો. નવસારીના દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા હતા જેમાં 2 લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે ચાર લોકો લાપતા થયા હતા.
- Advertisement -
મૃતકોનાં નામ
અર્ચનાબેન હરેશભાઈ ડાભી
રાશિબેન મનીષભાઈ ચારોલિયા કાજલબેન વિજયભાઈ જાંબુચા કોમલબેન મનીષભાઈ ચારોલિયા સારવાર હેઠળ
કિંજલ મનીષભાઈ ચારોલિયા
એક ડૂબતા અન્ય ચાર બચાવવા પડી
ભાવનગર શહેરના બોરતળાવ ( ગૌરીશંકર સરોવર)માં આજે સવારના સમયે નજીકના વિસ્તારમાં જ રહેતી પાંચ બાળાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. જેમાં એક બાળકી પાણીમાં પડી ગયા બાદ ડૂબવા લાગતા તેની સાથે રહેતી અન્ય ચાર બાળકીઓ તેને બચાવવા માટે એક બાદ એક પડી હતી. જે તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલ પર ચાર બાળાઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની સારવાર હાલ ચાલી રહી છે. જે ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.



