બોર્ડ દ્વારા આજે જિલ્લા કક્ષાએ મોકલાશે માર્કસશીટ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટ તૈયાર કરી બુધવારના રોજ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવશે. જયાંથી 16 મેના રોજ સ્કુલોને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
ત્યારબાદ સ્કુલો દ્વારા 17 મે ના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરાશે. અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે, જેથી તેમને પણ આગામી દિવસોમાં માર્કશીટ મળી રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ 9 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ માર્કશીટ વિતરણ અંગે હવે પછી જાહેરાત કરાશે તેમ જણાવાયું હતું. જો કે, હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટનું વિતરણ નકકી કરાયું છે.
આજે 15 મે ના રોજ શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ માર્કશીટ મોકલી આપવામાં આવશે. ત્યારબાદ શિક્ષણાધિકારી કચેરી દ્વારા 16 મે ના રોજ તમામ શાળાઓને માર્કશીટ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે. શાળાઓએ જિલ્લાના નકકી કરવામાં આવેલા સ્થળેથી ધોરણ-12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટ મેળવી લેવાની રહેશે. માર્કશીટ મળ્યા બાદ શાળાઓએ સ્કુલ ખાતે જઈ ચકાસણી કર્યા બાદ 17 મે ના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે.
આમ, 17 મે ના રોજ રાજયના તમામ વિદ્યાર્થીઓના હાથમાં ગુજકેટ અને ધોરણ-12 સાયન્સની માર્કશીટ આવી જશે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ગુજકેટમાં રાજયના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
ધો.12 સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તા.21 સુધી પુરક પરીક્ષાના ફોર્મ ભરી શકશે
વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગોને પરીક્ષા ફી ભરવામાંથી મુકિત
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-12 સાયન્સનું પરિણામ ગત 9મી મેના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં નાપાસ થયેલા અને પૂરક પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયા હોવાને કારણે ગુણપત્રકમાં સુધારણાને અવકાશ ધરાવે છે. આવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેઓ વર્ષ-2024 ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-2024માં જે વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયેલ છે, પરંતુ પોતાના પરિણામને સુધારવા ઇચ્છુક છે, તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા પૂરક-2024માં ઉપસ્થિત થઇ શકશે.
આ પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ WWW.gseb.org અથવા https://hscscipurakreg.gseb.org પરથી ONLINE કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી. આ સાથે જ પરીક્ષા માટેનું આવેદન તથા ફી ભરવાની કામગીરી તા.21ના સાંજે 5 કલાક સુધી ઓનલાઇન કરી શકાશે. ક્ધયા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી ક્ધયા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા- 2024 માટે ક્ધયા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર જે વિષય/વિષયોમાં પરીક્ષા આપવા ઇચ્છુક હોય તો તે વિષયો માટેનું આવેદન ઓનલાઇન સબમીટ કરી રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.ઓનલાઇન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સુચનાઓ ઉપરોકત વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.