અમદાવાદ શેલાંનાં સિનિયર સિટિઝન અને અગ્રણી મધુકર પરીખના પ્રથમ પુસ્તક KNOW THE KNOWNS નું ગરિમાપૂર્ણ વિમોચન
KNOW THE KNOWNS ના નવોદિત લેખક સિનિયર સિટિઝન એવા મધુકર પરીખનું આ પ્રથમ પુસ્તક છે
- Advertisement -
જાણીતા વરિષ્ઠ પત્રકાર અને પત્રકારત્વ ઇન્સ્ટિટયૂટ NIMCJના ડાયરેક્ટર ડો.શિરીષભાઈ કાશિકરે પુસ્તકની મોટિવેશનલ શૈલી બિરદાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
મોટાભાગના લોકો જીવન જીવતા જ હોય છે પડ્યા તેવા દેવાશે તેવી સ્વાભાવિક શૈલીથી પરંતુ બહુ જ થોડા એવા હોય છે જે જીવન માણતા હોય છે જીવનની પળ પળ જીવતા હોય છે જીવનની રંગબેરંગી મસ્તી ઉછાળતા હોય છે.. આજે એક એવા જ વ્યક્તિત્વની અહીં ઓળખ થઈ જેમણે હર હાલમાં જીવન માણ્યું છે જીવનમાં આફતોને અવસરમાં પલટાવી છે ક્યારેક જીવનમાં તે કાર્પેન્ટર બન્યા છે તો ક્યારેક ગાર્ડનરની પણ ભૂમિકા નિભાવી છે જીવનના યુવાનીકાળમાં એક સામાન્ય કર્મચારી તરીકે પણ એમને જીવન વિતાવ્યું છે તો આગળ વધી લેતો કંપનીના સીઈઓ જેવું સત્તાનું કેન્દ્રસ્થાન પણ ભોગવ્યું છે. માત્ર માણ્યું કે ભોગવ્યું નથી પણ અનુભવ્યું પણ છે. ભારતના કોઈ ખૂણામાં જઈને ત્યાંના લોકોના રીત રિવાજો રહેણી કરણીના અભ્યાસ કર્યા છે તો ઇંગ્લેન્ડ સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન, દક્ષિણ કોરિયા, જર્મની ફ્રાન્સ લંકા જેવા દેશોમાં પ્રવાસ ખેડી ત્યાના લોકોને પણ પોતિકા બનાવ્યા છે. 75 ની આસપાસ પહોંચેલા આ “જુવાને” જિંદગીની કથા જીવનની સકારાત્મકતા જીવનનો વૈભવ જીવનની વિફળતા સફળતા ખૂબ જ રસદાર શૈલીમાં વર્ણવી છે.. અંગ્રેજી પુસ્તકમાં KNOW THE KNOWNS..આ પુસ્તકનું આજે આપણે વિમોચન કર્યું. સકારાત્મક વિચાર મસ્તી ધીંગા મસ્તી સાથે સૌને પ્રેરણા આપતી આ વ્યક્તિ એટલે આપણા સિનિયર સિટીઝનોના દોસ્ત મધુકરભાઈ પરીખ. તેમ ડો.શિરીષ ભાઈ કશિકરે જણાવ્યું હતું પુસ્તક ઊંગઘઠ ઝઇંઊ ઊંગઘઠગ લેખક મધુકર ભાઈ પરીખના અત્યાર સુધીના જીવનનો દસ્તાવેજ કહો તો દસ્તાવેજ ,જીવન ચરિત્ર કહો તો જીવન ચરિત્ર છે તેમ વરિષ્ઠ પત્રકાર લેખક અને દેશની ખ્યાતનામ પત્રકારિત્વ સંશોધન સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના ડાયરેક્ટર ડોક્ટર કાશીકરે અહીં આ પુસ્તકના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું.
- Advertisement -
પુસ્તકનું વિમોચન શેલા, સાઉથ બોપલ સ્થિત SKY સિટીના RIVERAELITE સોસાયટીના ક્લબ હાઉસમાં વિશાળ સંખ્યામાં મહેમાનોની ઉપસ્થિતિ અને મધુકરભાઈ પરીખના શુભચિંતકો પરિવારજનો પ્રેરક ઉપસ્થિતિ માં માં થયું હતું. પત્રકારત્વ ગુરુએ એવા ડોક્ટર શિરીષભાઈએ પુસ્તક વિશે વધુ બોલતા જણાવ્યું હતું કે લેખક મધુકર ભાઈનું આ પ્રથમ પુસ્તક છે પણ કોઈ અનુભવી અને સિદ્ધહસ્ત લેખકની જેટલી જ સહજતાથી તેમણે ખૂબ સુંદર આલેખન કર્યું છે. વાર્તા સ્વરૂપે લખાયેલા પુસ્તકના દરેક પાત્રો તમારી સામે તાદસ થઈ જાય તેવી રસધાર કલમથી આલેખન કર્યું છે જીવનના વિવિધ તબક્કે વિવિધ પ્રસંગો અને અનુભવો થયા અને તેમાં તેમની પોઝિટિવ સકારાત્મકતા સાથે જીવવાની તેમની શૈલી નું આ પુસ્તકમાં બેખૂબીથી વર્ણન કરાયું છે તેમ ડોક્ટર કાશી કરે જણાવ્યું હતું ડોક્ટર શિરીષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મોટીવેશનલ પુસ્તકો, સ્પીકરો લેખો અત્યારે ખૂબ જ પ્રચલિત થયા છે એમાં પણ ગુજરાતમાં મોટીવેશનલ મેસેજીસ લેખ વગેરે ઘણું ઘણું પ્રસાર થતું જોવા મળે છે એવા સંજોગોમાં મધુકર ભાઈનું પુસ્તક વાચકને કંઈક ને કંઈક પ્રેરણા આપે તેવી રીતે આલેખયુ છે શિરીષભાઈ વધુમાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પોતાના જીવનના અનુભવોને સમાજ સાથે જોડે સમાજના બહોળા વર્ગ સાથે જોડે અને અનુભવનું પુસ્તક રૂપે રસાળ શૈલીમાં પ્રકાશિત કરે તે બહુ જ સારું અને અનોખું પગલું છે તેમના જીવનના અનુભવો ને સમાજના જુદા જુદા વર્ગના લોકો સાથે જોડી અને આ પુસ્તક લખ્યું છે તૈયાર કર્યું છે તે પ્રશંસા પાત્ર છે
પુસ્તક વિમોચન માટે ખાસ ઉપસ્થિત રહેલા UNSTOPPABLE INDIA FOUNDATIONના સૂત્રધાર અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સિંધેલા માર્ગે સમાજલક્ષી કાર્ય સતત કરતા રહેલા યુવા અગ્રણી મેહુલભાઈ મકવાણા પુસ્તકનું સરસ અને પ્રેરક સ્વરૂપ બિરદાવ્યું હતું વરીષ્ઠ પત્રકાર અને મુખ્યમંત્રી નાં પૂર્વ જનસંપર્ક અધિકારી હિતેષ ભાઈ પંડ્યા એ પુસ્તક નો પરિચય આપતાં જણાવ્યું હતું કે લેખક મધુકર ભાઈ નું જે નિરાળું વ્યક્તિત્વ છે તેનું પૂરેપૂરું પ્રતિબિંબ આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં MOTIVATION વાત છે, મોજ મસ્તી ધમાલનો રંગ પણ છે, સાહસ, લગની, ભલમનસાઈ, ભણતર ઘડતર ગણતર, એમ દરેક પાસા ને જુદા જુદા પ્રસંગો વાર્તા સ્વરૂપે વણી લેવાયા છે પુસ્તકના લેખક સર્જક મધુકર ભાઈબ પરીખે આ પુસ્તક લેખન કેવી રીતે સૂઝ્યું અને કેવી રીતે તે સ્વપ્ન સાકાર કર્યું તેની રસભરી વાત સૌ સમક્ષ મૂકી હતી આ પ્રસંગે રિવેરા ELITEના સિનિયર સિટીઝનો તેમજ પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પુસ્તકના પ્રકાશક એમેઝોન ના પ્રતિનિધિ એવા પ્રશાંત ભાઈ ગાંધી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં સિનિયર સિટીઝન અગ્રણી સંપકભાઈ સોનીએ સ્વાગત કર્યું હતું. કુ. રૂમી બદિયાનીએ ગીતા શ્લોક પઠન કર્યું હતું. ડો. કાશીકરનું સિનિયર સિટીઝન ગ્રુપના અગ્રણી ભુપેન્દ્રભાઈ સોનીએ સાલ ઓઢીને બહુમાન કર્યું હતું અને શારદાબેન જોશી પુષ્પ અર્પણ કર્યું મેહુલભાઈ મકવાણાનું જયંતીભાઈ સોનીએ સાલ ઓઢાડી સન્માન કર્યો હતો અને પ્રફૂલા બેન શાહ ના હસ્તે પુષ્પ ગુચ્છ અર્પણ થયું હતું કાશિકરનો સિનિયર સિટીઝન રમાબેન ઝઘડે પરિચય આપ્યો હતો જ્યારે મેહુલભાઈ મકવાણા નો પરિચય આરતીબેન શેઠે આવ્યો હતો મતી સ્મિતાબેન શહે લેખક મધુકર ભાઈ નો તેમજ હિતેશભાઈ પંડ્યાનો આગવી શૈલી માં પરિચય આપ્યો હતો. કાર્યક્રમ વ્યવસ્થાપન ચંદ્રકાંતભાઈ શાહ તરુણ ભાઈ પટેલ ગુણવંત ભાઇ ઠક્કર દિનેશભાઈ મોદી મુકેશભાઈ શાહ મહેન્દ્રભાઈ ઝગડ મતી સુખિયા બેન સોની મતી ઉષાબેન સોની મતી આશા પંડ્યા મતી કુસુમબેન મોદી વગેરે સિનિયર લોકોએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું રસાળ સંચાલન મતી રીટાબેન શાહે કર્યું હતું આભાર વિધિ મતી સ્મૃતિ બેન પરીખે કરી હતી.