ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
તાજેતરમાં વાડો-કાઈ કરાટે ડો એસોસિએશન દ્વારા ઓપન ગુજરાત કરાટે સ્પર્ધાનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, સુરત, નવસારી, અમરેલી જિલ્લાઓમાંથી આશરે 860 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
- Advertisement -
તેમાંથી રાજકોટના પ્લાનેટ કરાટે એકેડેમીના 54 ખેલાડીઓએ કાતા અને ફાઈટમાં ભાગ લીધો હતો. જેમાં ફાઈટમાં 23 ગોલ્ડ અને કાતામાં 25 ગોલ્ડ મેળવ્યા હતા. આ બધા જ વિદ્યાર્થીઓ છેલ્લા 2-3 વર્ષથી પ્લાનેટ કરાટે એકેડેમીના કરાટે કોચ સચિન આર. ચૌહાણ પાસે તાલિમ મેળવી રહ્યા છે. આ સિદ્ધિ મેળવવા બદલ ગુજરાત વાડો-કાઈ કરાટે ડો એસોસિએશનના પ્રેસિડેન્ટ શિહાન પ્રવિણકુમાર ચૌહાણ અને સ્કૂલ પ્રિન્સિપાલોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.