ટેલિકોમ કંપનીઓને ફરજિયાતપણે ડિજિટલ સહમતી મંચ સાથે જોડાવવું પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ટેલિકોમ વિભાગ દેશભરમાં સ્પેમ કોલ અને એસએમએસ પર અંકુશ લગાવવા માટે મજબૂત યોજના તૈયાર કરવામાં લાગી ગયું છે. તેના માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ડિઝીટલ સહમતી મંચ (ડીસીએ) સાથે ટેલિકોમ કંપનીઓને ફરજિયાત જોડવામાં આવશે. સાથે જ ચક્ષુ પોર્ટલને અપડેટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ટ્રાઈએ સ્પેમ અને મોટી માત્રામાં થતી ટેલિ કોલીંગ પર અંકુશ માટે આ ડીસીએ મંચ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. ડીસીએ કોઈ કંપની કે કારોબાર સાથે વાણિજિયક કોલ કે એસએમએસ મેળવવા માટે ગ્રાહકો દ્વારા આપવામાં આવેલી સહમતી મેળવવા, તેને જાળવી રાખવા અને રદ કરવા માટે એકિકૃત મંચ છે તેને એટલા માટે લાવવામાં આવ્યું છે કે ગ્રાહક પાસે એ નિયંત્રણ રહે કે કોણ તેને સંદેશ મોકલી શકે અને કોણ નહીં.
અહીં થાય છે મુશ્કેલી
- Advertisement -
કંપનીઓ કે વ્યવસાય કોઈ ટેલિ માર્કેટ સાથે જથ્થાબંધ મોકલવામાં આવતા એસએમએસ ખરીદી લે છે અને તેના માધ્યમથી આમ લોકોને મેસેજ મોકલે છે. એનું પરિણામ એ આવે છે કે એકસેલ પ્રોવાઈડર જેવું દૂર સંચાર સેવા આપનાર સહમતીની સત્યતાની તપાસ નથી કરી શકતું.
નવી સમિતિ બનશે
હવે આ મામલે ટેલિકોમ વિભાગ દ્વારા એક નવી સમિતિ બનવાની આશા છે જેથી બહેતર સમન્વય થઈ શકે. આ સમિતિમાં દૂર સંચાર વિભાગ, ગ્રાહક મામલાનું મંત્રાલય અને ભારતીય દૂર સંચાર નિયામક ઓથોરિટીને સામેલ કરવામાં આવી શકે છે.