એક માસ પહેલા કોંગ્રેસમાંથી ટિકિટની માંગણી કરી હતી તે પરિમલ ઠકરારે ભાજપનો ખેસ પહેરી લીધો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
પોરબંદર લોહાણા સમાજના અગ્રણી અને પોરબંદર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલભાઇ ઠકરારે પણ કોંગ્રેસને રામરામ કરી અને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.
- Advertisement -
ગઇકાલે રાજવી પાર્ટી પ્લોટ ખાતે કેબલ ઓપરેટર પરિવાર દ્વારા આયોજીત મતદાર જાગૃતિ કાર્યક્રમ દરમિયાન પોરબંદર લોહાણા સમાજના અગ્રણી અને અનેક સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલાપોરબંદર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલ ઠકરાર ઉર્ફે ભલાભાઈ એ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે અને ભાજપમાં જોડાયા છે. ગઇકાલે તેઓ એક કાર્યક્રમા દરમ્યાન ભાજપમાં જોડાયા હતા પોરબંદર લોકસભાના ઉમેદવાર ડો. મનસુખભાઇ માંડવિયાએ ખેસ પહેરાવ્યો હતો અને પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ ટોપી પહેરાવી અને પરિમલ ઠકરાર ભાજપમા પ્રવેશ આપ્યો હતો અગાઉ અર્જુન મોઢવાડીયા સહિતના આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમા પ્રવેશ લીધો હતો પરંતુ પરિમલભાઇ ઠકરારે કોંગ્રેસનો સાથ છોડયો ન હતો અને એક માસ પહેલા તેમણે પોરબંદર વિધાનસભા માટે કોંગ્રેસમાંથી ટીકીટ માંગ હતી પરંતુ કોગ્રેસે અન્ય ઉમેદવારની પસંદગી કરી હતી.